ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી, સાસુ-વહુનાં મોત:બગદાણાથી પરત ફરતા વોરાકોટડા પાસે અકસ્માત; બાળકો સહિત 62 મુસાફર સવાર હતા, 25 ઈજાગ્રસ્ત

Gujarat5/25/2026, 2:06:58 AM
ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી, સાસુ-વહુનાં મોત:બગદાણાથી પરત ફરતા વોરાકોટડા પાસે અકસ્માત; બાળકો સહિત 62 મુસાફર સવાર હતા, 25 ઈજાગ્રસ્ત
પવિત્ર પુરષોત્તમ માસ નિમિત્તે ધાર્મિક સ્થળોના દર્શને નીકળેલા શ્રદ્ધાળુઓ માટે આજ (25 મે)ની વહેલી સવાર કાળમુખી સાબિત થઈ છે. ગોંડલના વોરા કોટડા ગામ નજીક વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ પલટી મારી જતાં કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. આ ગોઝારી ઘટનામાં એક જ પરિવારના સાસુ-વહુના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે 25 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સામેથી આવતાં ટ્રકને સાઈડ આપવા જતાં સર્જાયો અકસ્માત મળતી વિગતો મુજબ, ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે 4:30 વાગ્યે એક ખાનગી બસ (નંબર: GJ18U 9985) શ્રદ્ધાળુઓને લઈને બગદાણા, રાજપરા, ઊંચા કોટડા અને ભગુડા સહિતના ધાર્મિકસ્થળોના દર્શનાર્થે રવાના થઈ હતી. તમામ સ્થળોએ દર્શન પૂરા કરી પરત ફરી રહેલી આ બસ આજે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ ગોંડલના વોરા કોટડાથી બાંદરા જવાના રોડ પર પહોંચી હતી. સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રોડની નીચે ઊંડા ખાડામાં પલટી મારી ગઈ આ માર્ગ સિંગલ પટ્ટી હોવાથી સામેથી એક ટ્રક આવી રહ્યો હતો. ટ્રકને સાઈડ આપવા માટે ખાનગી બસના ચાલકે વાહન રિવર્સમાં લીધું હતું, પરંતુ તે જ સમયે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રોડની નીચે આવેલા ઊંડા ખાડામાં પલટી મારી ગઈ હતી. બસ પલટતાં જ વહેલી સવારે ગાઢ નિદ્રામાં રહેલા મુસાફરોની ચીસાચીસ અને કરુણ આક્રંદથી આખો રોડ ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત સમયે બસમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત કુલ 62 લોકો સવાર હતા. એક જ પરિવારના સાસુ-વહુના ઘટનાસ્થળે મોત આ ગમખ્વાર અકસ્માતમાં બસ નીચે દબાઈ જવાથી બે મહિલાના કરુણ મોત નીપજ્યાં છે. મૃતકોની ઓળખ નીચે મુજબ થઈ છે: અકસ્માત બાદ ઘટનાસ્થળેથી હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં બસ પલટી ગયા બાદ અંદર ફસાયેલા લોકો બચાવો-બચાવોની બૂમો પાડી રહ્યા હતા. સ્થાનિક યુવાનો અને સામાજિક સંસ્થાઓનું ત્વરિત રેસ્ક્યૂ ઘટનાની જાણ થતાં જ વોરા કોટડા અને દેવચડી ગામના સ્થાનિક યુવાનો અને સામાજિક કાર્યકરો તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બસના કાચ તોડીને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી. જે મુસાફરોને ઈજા થઈ નહોતી, તેમને સ્થાનિકોએ ખાનગી વાહનો વ્યવસ્થા કરી સુરક્ષિત હોસ્પિટલ કે ઘરે મોકલ્યા હતા. બચાવ કાર્યમાં ગોંડલ નગરપાલિકાની 3 એમ્બ્યુલન્સ, 108ની 4 એમ્બ્યુલન્સ અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સનો કાફલો જોતરાયો હતો. સેવાકાર્યમાં દોડી આવેલા અગ્રણીઓ ધારાસભ્યના PA નિલેશ જેઠવા, અશોક પીપળીયા, નગરપાલિકા ઉપપ્રમુખ મનીષ રૈયાણી, સદસ્ય નિલેશ કાપડિયા, શિવમ સાર્વજનિક ટ્રસ્ટના જય માધડ, ગીરીશ ગોહેલ, જગાભાઈ બાંભવા, રાજુ દાફડા અને નરેશઇ ભાષા સહિતના આગેવાનોએ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી દર્દીઓની સારવારમાં મદદ કરી હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 25 ઈજાગ્રસ્તની યાદી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 5 લોકોની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટ અને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. સત્તાવાર રીતે સામે આવેલા 25 ઈજાગ્રસ્તોના નામ નીચે મુજબ છે: ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ અકસ્માતની ગંભીરતાને જોતા ઈમરજન્સી હેલ્પલાઈન 112નો પોલીસસ્ટાફ અને ગોંડલ તાલુકાના IPS પ્રખરકુમાર સહિતનો ઉચ્ચ પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તંત્ર દ્વારા તમામ દર્દીઓને પૂરતી સરકારી અને તબીબી સહાય મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ----- આ પણ વાંચો બાઇકસવાર હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયો, CCTV વલસાડ તાલુકાના કલવાડા ચોકડી પાસે એક રૂંવાડા ઊભા કરી દે તેવી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે જતી કાર સામે અચાનક બાઇક આવી જતાં સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં બાઇકચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બાઇકચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે જોઈ શકાય છે. વાંચો સંપૂર્ણ અહેવાલ… સૌરાષ્ટ્રમાં 2 એક્સિડન્ટમાં 5ના મોત અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામ નજીક 23 મેની રાત્રે એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અલ્ટો કારનો બુકડો બોલી ગયો હતો. જસદણ નજીક એક્સિડન્ટમાં 2 પિતરાઈ ભાઈના મોત જસદણ પંથકમાં કાર અને બોલેરો વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે આ દુર્ઘટનામાં અન્ય 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ અહેવાલ… દીવમાં બે કાર સામસામે અથડાતાં ભયાનક અકસ્માત, માતાની નજર સામે જ પિતા-પુત્રના મોત કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા રોડ પર 18 મેના રોજ રાત્રિના આશરે 11:00 વાગ્યાની આસપાસ એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી સુરત પાસિંગની કારે સામેથી આવતી કારને જોરદાર ટક્કર મારતાં મધ્યપ્રદેશના એક જ પરિવારના પિતા અને સગા પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે મૃતકની પત્ની (માતા) અને ભત્રીજાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોતાની નજર સામે જ પતિ અને પુત્રને દમ તોડતા જોઈ માતા પર આભ તૂટી પડ્યું હતું.વાંચો સંપૂર્ણ અહેવાલ…
Read Original Article →