ટેકાના ભાવે ખરીદીમાં ધાંધિયા:જિલ્લામાં 7,095 ખેડૂતોની નોંધણી સામે માત્ર 576 પાસેથી જ ઘઉંની ખરીદી કરાઈ
પોરબંદરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં વિલંભ થઈ રહ્યો છે જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં કુલ ત્રણ સેન્ટરો પર ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરી હતી પરંતુ સેન્ટરમાં પૂરતા લેબર અને બારદાનના અભાવે ખરીદીમાં વિલંભ થઈ રહ્યો છે.અગાઉ દરેક સેન્ટર પર રોજ 15 ખેડૂતો પાસેથી જ ટેકાના ભાવે ખરીદી થતી હતી ત્યારે હવે જાગેલ તંત્રએ રોજના 15ને બદલે 50 થી 70 ખેડૂતોને બોલાવવાનું શરૂ કર્યું છે.જોકે આ બાબત કેબિનેટમંત્રી સુધી પહેચતા તેવો પણ હરક્તમાં આવ્યા હતા. સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતો દ્વારા ઉત્પાદિત પાકના પૂરતા ભાવ મળી રહે તે માટે ખરીફ પાકમાં મગફળી, રવીપાકમાં ચણા,સોયાબીન અને ઘઉંની ખરીદી કરવામાં આવે છે પરંતુ સિસ્ટમની ખામી અને આયોજનના અભાવે ટેકાના ભાવે ખરીદીમાં વિલંભ થતો હોવાની ઘટના પોરબંદરમાં સામે આવી છે. પોરબંદર જિલ્લામાં રવીપાકમાં વાવેતર કરેલ ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાંથી કુલ 7,095 ખેડૂતોની નોંધણી કરાવી હતી ત્યારે નોંધણી બાદ સરકારના કૃષિ વિભાગ દ્વારા ઘઉંની ખરીદીની ગાઈડલાઇન તૈયાર કરવામાં વિલંભ કર્યો હતો અને ગાઈડલાઇન તૈયાર થયા બાદ મેં માસના પ્રારંભે જ પોરબંદર જિલ્લામાં પોરબંદરના દેગામ ખાતે,રાણાવાવ અને કુતિયાણાના પુરવાર વિભાગના ગોડાઉન ખાતે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ખરીદીને પ્રારંભે જ મજૂરોની અછત તેમજ પૂરતા બારદાન ન ફાળવતા દરેક સેન્ટર પર રોજ માત્ર 15 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી રહી હતી જેથી એક જિલ્લામાં કુલ રજિસ્ટ્રેશન કરાવેલ 7095 ખેડૂતોમાંથી માત્ર 576 ખેડૂતો પાસેથી 1 માસ દરમ્યાન ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાઇ હતી.ખરીદીમાં વિલંભ થતા અમુક ખેડૂતો તો ખુલ્લી બજારમાં ઘઉંનું વેચાણ કરવાની ફરજ પડી હતી. કેબિનેટમંત્રી સુધી ફરિયાદ પહોંચી હતી
જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી.જે બાબતે ખેડૂતો દ્વારા કેબિનેટમંત્રી સુધી પોતાનો પ્રશ્ન પહોંચડતા કેબિનેટમંત્રી જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ ખરીદી તેજ કરવા સૂચના આપી હતી. પૈસાની જરૂરિયાત હોવાથી ફરજિયાત વેપારીને વેચાણ કર્યું
મેં આ વર્ષે 10 વિઘાના ઘઉંનું વાવેતર કર્યું હતું અને આગોતરા ઘઉં હોવાથી વહેલા તૈયાર થઈ ગયા હતા પરંતુ ત્યારે ખરીદી શરૂ ન થતા અને પૈસાની જરૂરીયાત હોવાથી મારે ફરજીયાત સ્થાનિક વેપારીને નીચા ભાવે ઘઉંનું વેચાણ કરવાની ફરજ પડી હતી. > હાર્દિક જેન્તીભાઈ,ખેડૂત
Read Original Article →