PM વિરુદ્ધ વીડિયો શેર કરાયો:કોંગ્રેસના પૂર્વ જિ. પ્રમુખની ID પર મોદીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવો વીડિયો વાયરલ

Gujarat5/12/2026, 12:48:28 AM
પોરબંદરમાં અગાઉ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરાએ તેમની ફેસબુક આઈ.ડી. પર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂધ્ધ વીડિયો શેર કર્યો હોય અને આ વિડીયોના કેપ્શનમાં લખાણ હતુકે, જનતાને અપીલ કે, આ ડુપ્લીકેટ મહાદેવના દર્શન કરવા ના જતા. આવતીકાલે સોમવારે સોમનાથ મહાદેવના દર્શનના બહાને લોકોને આવવા જવાનું બસમાં ફ્રી છે તેવા બહાના હેઠળ ભાજપ જિ. પ્રમુખ ચેતનાબેન તિવારી દ્વારા જાહેર આમંત્રણ આપેલું હોય ત્યારે આ આમંત્રણથી ચેતજો. કારણ કે સોમનાથ મહાદેવના દર્શન તો કદાચ નહીં થાય પણ આ ડુપ્લીકેટ શંકર ભગવાન આવવાનો હોય એટલે તમને મૂર્ખ બનાવી લઈ જવાનું નાટક કરે છે તો ખાસ ચેતજો, આ સહિતનું લખાણ હતું. પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથા ભુરા ઓડેદરા આવુ લખાણ લખી શેર કરેલ હોય, આ નાથા ભુરા ઓડેદરાએ દેશના વડાપ્રધાન મોદી વિરૂધ્ધ તેઓની પ્રતિષ્ઠાને હાની પહોચે તેવા શબ્દનો ઉપયોગ કરી વિડીયો તેમજ લખાણ શેર કરેલ હોય, અને ડુપ્લીકેટ ભગવાન શંકર તેવા શબ્દનો પ્રયોગ કરી મહાદેવના ભક્તો તેમજ મોદીના સમર્થકો કે જેઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે જવાના હોય. તેમની ધાર્મીક લાગણી દુભાવેલ હોય, જે અંગે ભાજપના જિલ્લા મહામંત્રી પ્રવીણભાઈ રતનશીભાઇ ખોરાવાએ ફરિયાદ નોંધાવતા પોલીસે નાથા ભુરા ઓડેદરા સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →