વેધર રિપોર્ટ:11 કલાકની રાતમાં 8 કલાક તાપમાન 30 ડિગ્રી પાર રહ્યું

Gujarat5/12/2026, 1:04:41 AM
વેધર રિપોર્ટ:11 કલાકની રાતમાં 8 કલાક તાપમાન 30 ડિગ્રી પાર રહ્યું
મે મહિનાની શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સામાન્ય જણાતું હતું, પરંતુ માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં જ સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. 5-6 મેના સામાન્ય ઉનાળાના દિવસની સરખામણીએ 10-11 મેના રોજ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. મહત્તમ તાપમાન 38.8 ડિગ્રીથી વધીને સીધું 43.5 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો અસહ્ય ગરમી અને લૂમાં શેકાઈ ગયા હતા. દિવસ સાથે હવે રાત્રિના તાપમાનમાં પણ મોટો ઉછાળો નોંધાતા લોકોને રાત્રી દરમિયાન પણ રાહત મળી રહી નથી. સામાન્ય દિવસે રાત્રે 11.30 વાગ્યે તાપમાન 27.4 ડિગ્રી રહેતું હતું, પરંતુ સૌથી ગરમ દિવસે એ જ સમયે પારો 33 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. રાત્રિના તાપમાનમાં 5.6 ડિગ્રીનો વધારો થતાં લોકો માટે ઉકળાટભરી રાત બની હતી. સામાન્ય દિવસે સાંજે 5.30 વાગ્યેથી બીજા દિવસની સવારે 5.30 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન માત્ર‎અંદાજે અઢી કલાક જ તાપમાન 30 ડિગ્રીથી વધુ રહ્યું હતું . તેની સામે‎સિઝનના સૌથી ગરમ દિવસે લગભગ પોણા 10 કલાક સુધી પારો 30‎ડિગ્રીથી ઉપર રહ્યો હતો. જેના કારણે છેલ્લા બે દિવસથી એસી અને‎કુલર વગરના ઘરોમાં લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. સોમવારે‎પાટણ, બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટની હીટવેવ વચ્ચે પાંચ‎શહેરોમાં ગરમીનો પારો 42.7 થી 43.5 ડિગ્રીની વચ્ચે નોંધાયો હતો.‎બપોર દરમિયાન રસ્તાઓ પર ગરમીનો પ્રકોપ એટલો વધ્યો હતો કે‎ખુલ્લા આકાશ નીચે પાર્ક કરાયેલી કારની અંદરનું તાપમાન 50.8 ડિગ્રી‎સુધી પહોંચી ગયું હતું, જેના કારણે વાહનની અંદર આગની ભઠ્ઠી જેવો‎અનુભવ થયો હતો.‎ આગાહી હજુ 4 દિવસ સુધી અસહ્ય ગરમી પડશે હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 14 મે સુધી પાટણ અને બનાસકાંઠામાં યલો એલર્ટની હીટવેવ રહેશે. જેને લઇ આ ચાર દિવસ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. જોકે, 16 મેથી વાદળાછાયું વાતાવરણ બનતાં પારો 4 ડિગ્રી સુધી ઘટી શકે છે. ગરમ હવા એક જ જગ્યાએ‎સ્થિર રહેતી હોવાથી જમીન‎અને માર્ગો ઠંડા થતા નથી‎ દિવસ દરમિયાન સીધા કિરણોને‎કારણે મહત્તમ તાપમાન 44 ડિગ્રી‎આસપાસ પહોંચી જતાં વાતાવરણની‎ગરમ વરાળ સતત એકત્ર થાય છે.‎ પવનની ગતિ મંદ રહેતા ગરમ હવા‎60 થી 70 કિમીના વિસ્તારમાં એક જ‎જગ્યાએ સ્થિર રહેતી હોવાથી જમીન‎સહિત માર્ગોને ઠંડા થવા દેતી નથી.‎જેના કારણે મોડી રાત સુધી પારો ઉંચો‎રહે છે, ખાસ કરીને હવામાં પ્રદૂષણનું‎પ્રમાણ વધુ હોય તો વાતાવરણ જલ્દી‎ઠંડું થતું નથી. જેના કારણે ગરમ‎રાત્રિનો અનુભવ થઈ રહ્યો છે. >‎ડો.મનોજ લુણાગરિયા, હવામાન‎વિભાગ, આ ણંદ કૃષિ યુનિવર્સિટી‎
Read Original Article →