પોરબંદર:ભાસ્કરે જે સંભવિત નામ જાહેર કર્યા હતા તે જ પ્રમુખ બન્યા

Gujarat5/26/2026, 12:00:00 AM
પોરબંદર:ભાસ્કરે જે સંભવિત નામ જાહેર કર્યા હતા તે જ પ્રમુખ બન્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગત તા. 26 એપ્રિલના પૂર્ણ થઈ હતી અને તા.28 એપ્રિલના મત ગણતરી પૂર્ણ થઈ હતી. આ વખતે ભાજપને વધુ બેઠકો મળી છે. ભાસ્કરે તો.13/5ના રોજ અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો જેમાં દરેક સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં બબ્બે નામો ફાઈનલ કરી દેવાયા છે અને બે માંથી જ કોઈ એક પદ સંભાળશે તેવું જણાવી સંભવિત બબ્બે નામ પ્રસિધ્ધ કર્યા હતા જે મુજબ જ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે. જેમાં જિલ્લા પંચાયતમાં આ વખતે મહિલા અનામતમાં શીતલબેન રમેશભાઈ ઓડેદરા પ્રમુખ બન્યા છે. જ્યારે પોરબંદર તાલુકા પંચાયતમાં પ્રતાપ કેશવાલા જ્યારે રાણાવાવ તાલુકા પંચાયતમાં જયેશ લલિતભાઈ ભૂતિયા તેમજ કુતિયાણા તાલુકા પંચાયતમા રાણીબેન સામતભાઇ પરમાર પ્રમુખ બન્યા છે.
Read Original Article →