વાતાવરણ:પોરબંદર શહેરમાં મહતમ તાપમાન 31.7 ડિગ્રી નોંધાયું

Gujarat4/7/2026, 12:00:00 AM
પોરબંદરમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે મહતમ તાપમાન 31.7 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 1.6 ડિગ્રી વધીને 20.6 ડિગ્રી નોંધાયું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 23 ટકા વધીને 54 ટકા થયું છે. પોરબંદરમાં સાંજ થતા ઠંડો પવન ફૂંકાઈ છે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે જ્યારે રાત્રીના સમયે ઠંડક પ્રસરી જાય છે. હાઈવે પર ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. ભેજના પ્રમાણમાં મોટી વધઘટ નોંધાઈ રહી છે, ત્યારે પોરબંદરમાં રવિવારે મહતમ તાપમાન 32.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 32 ટકા રહ્યું હતું જેની સામે સોમવારે મહતમ તાપમાન 31.7 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 1.6 ડિગ્રી વધીને 20.6 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 23 ટકા વધીને 54 ટકા નોંધાયું છે. આમ ભેજનું પ્રમાણ વધી જતા રાત્રે ઠંડીનો અહેસાસ અને સવારથી સાંજ સુધી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
Read Original Article →