ગરમી અને ભેજનો ગ્રાફ:પોરબંદરમાં તાપમાનનો પારો 36 ડિગ્રીએ પહોંચ્યો : અસહ્ય અકળામણ
સુદામાપુરીમાં ગરમીની સાથે-સાથે હવે ભેજનું પ્રમાણ વધતાં અસહ્ય બફારા અને અકળામણનો રાઉન્ડ શરૂ થયો છે. પોરબંદરમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત આંશિક વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે પંખા નીચે બેસવા છતાં લોકો પરસેવાથી ન્હાઈ રહ્યા છે. તાપમાનનો પારો 36 ડિગ્રીએ પહોંચ્યો છે અને ભેજનું પ્રમાણ 4 ટકા વધતાં લોકો પરસેવે રેબઝેબ થયા છે. બપોરના સમયે તો હીટવેવ જેવો માહોલ સર્જાય છે અને પંખા પણ ગરમ હવા ફેંકી રહ્યા છે જેને કારણે લોકો બફારાનો અનુભવ કરી રહ્યા છે. સ્થાનિક હવામાન વિભાગના આંકડા મુજબ, પોરબંદરમાં ચોવીસ કલાકમાં જ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે: સોમવારની સ્થિતિ: ગઈકાલે સોમવારે શહેરમાં મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 58 ટકા રહ્યું હતું. મંગળવારની સ્થિતિ: મંગળવારે ગરમીનો પારો વધીને 36 ડિગ્રીએ પહોંચી ગયો છે. લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી રહ્યું છે, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ સીધું 4 ટકા વધીને 62 ટકાએ પહોંચી ગયું છે.
Read Original Article →