સરકારી મિલકતને નિશાન બનાવતા રઝળતા શ્વાન:નગરપાલિકા તંત્રની ઘોર નિષ્કાળજી સામે જનતામાં આક્રોશ
પોરબંદર શહેરમાં રઝળતા કૂતરાઓનો ત્રાસ હવે મર્યાદા વટાવી ચૂક્યો છે. અત્યાર સુધી સ્થાનિક નાગરિકો અને રાહદારીઓને બચકા ભરીને ઘાયલ કરવાની ઘટનાઓ સામે આવતી હતી. પરંતુ, હવે આ મૂગા પશુઓ શહેરના સૌંદર્યીકરણ અને વિકાસના કામોમાં પણ મોટો વિક્ષેપ ઊભો કરી રહ્યા છે. કૂતરાઓના આતંકને કારણે તંત્ર અને પ્રજા બંને પરેશાન છે.શહેરના મુખ્ય એવા એસ.ટી. રોડ પર તંત્ર દ્વારા તાજેતરમાં જ એક આકર્ષક નવો ફુવારો બનાવવામાં આવ્યો છે. આ ફુવારાનું સત્તાવાર ઉદ્ઘાટન થાય અને તે લોકાર્પણ માટે ચાલુ કરવામાં આવે તે પૂર્વે જ રાત્રિના સમયે રઝળતા કૂતરાઓએ ફુવારાની આસપાસ ગોઠવવામાં આવેલું તમામ ઇલેક્ટ્રિક વાયરિંગ કરડીને વેરવિખેર કરી નાખ્યું હતું. સવારે આ નુકસાની જોતા જ સ્થાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કોન્ટ્રાક્ટરે ઠાલવ્યો આક્રોશ, ફરીથી કામ કરવું પડશે લાંબી મહેનત અને આયોજન બાદ તૈયાર થયેલો ફુવારો શરૂ થાય તે પહેલા જ કૂતરાઓએ વાયરો તોડી નાખતા સંબંધિત કોન્ટ્રાક્ટરમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. નવેસરથી વાયરિંગ કરવા માટે હવે વધારાનો સમય અને ખર્ચ થશે, જેના કારણે ફુવારાના લોકાર્પણમાં વિલંબ થવાની પૂરેપૂરી શક્યતા છે.
Read Original Article →