પોરબંદર માર્કેટયાર્ડ:26,500 કિલો મગની આવક ,પ્રતિમણે રૂ.1650 થી 1800 ભાવ બોલાયા

Gujarat5/16/2026, 12:00:00 AM
પોરબંદર માર્કેટયાર્ડ:26,500 કિલો મગની આવક ,પ્રતિમણે રૂ.1650 થી 1800 ભાવ બોલાયા
પોરબંદરના માર્કેટયાર્ડ હાલ રવીપાક બાદ ઉનાળુ પાકની આવક જોવા મળી રહી છે.યાર્ડમાં મગ,અડદ, ચોળી,ધાણા,મગફળી, ઘઉં અને ચણાની આવક ઘટાડો જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ મગની 26,500 કિલો આવક થઈ,પ્રતિમણે રૂ.1650 થી 1800 ભાવ ખેડૂતોને મળ્યા હતા. પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદરમાં માર્કેટયાર્ડ આવેલ છે.આ યાર્ડમાં અલગ અલગ વિભાગમાં ખેડૂતોના પાકની આવક થતી હોય છે.પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપાક બાદ ઉનાળુ પાક તૈયાર થઈ જતા માર્કેટયાર્ડ હાલ વિવિધ પાકની જણસીની આવક જોવા મળી રહી છે.યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં ઘટાડો નોંધાયો છે. યાર્ડમાં શુકવારે મગફળીની 700 કિલો,મગની 26,500 કિલો,ચણાની 900 કિલો અને જીરુની 2000 કિલો,ઘાણાની 900 કિલો,ઘઉંની 9,500 કિલો,જુવારની 1600 કિલો,અડદની 4500,ચોળીની 12,600 કિલોની આવક જોવા મળી રહી છે.યાર્ડમાં મગના પ્રતિમણે રૂ.1650 થી 1800 ભાવ,અડદના રૂ.1585 થી 1620 ભાવ,જીરુના રૂ.3150 થી 3500 ભાવ,ધાણાના પ્રતિમણે રૂ.1800 થી 2360 ભાવ,ચોળીના રૂ.1475 થી 1500 ભાવ અને ચણાના રૂ.930 થી 1000 અને ઘઉંના રૂ.370 થી 455 ભાવ બોલાયા હતા.
Read Original Article →