યાર્ડમાં રેકોર્ડબ્રેક 990 બોક્સ કેરીની આવક:પ્રતિબોક્સના રૂ.1300થી 1700 ભાવ બોલાયા

Gujarat4/8/2026, 12:00:00 AM
યાર્ડમાં રેકોર્ડબ્રેક 990 બોક્સ કેરીની આવક:પ્રતિબોક્સના રૂ.1300થી 1700 ભાવ બોલાયા
પોરબંદરના યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો થયો છે.યાર્ડમાં એક દિવસમાં બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી રેકોડબ્રેક 990 બોક્સ કેરીની આવક નોંધાઈ છે.જેનો પ્રતિબોક્સના રૂપિયા 1300 થી 1700 રૂપિયા ભાવ બોલાયા હતા જોકે આવક વધતા પ્રતિ બોકસે રૂપિયા 100નો ઘટાડો નોંધાયો છે. સમગ્ર રાજ્યના તલાલા ગીર,જૂનાગઢ તેમજ પોરબંદરના બરડા પંથકની કેરી માટે ખ્યાતનામ કહેવામાં આવે છે.પોરબંદરના બરડા પંથકમાં આવેલ કેરીના બગીચામાંથી ઉત્પાદિત થતી કેરી સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે ત્યારે પોરબંદર જિલ્લામાં આ વર્ષે કેસર કેરીની આવક પણ વહેલી નોંધાઈ છે.બરડા ડુંગરમાં ચુનાના પથ્થરના પેટાળને લીધે કેરીના બગીચામાં આ ચુનાના પથ્થરના પેટાળની ગરમીને લીધે સિઝન કરતા વહેલા ફાલ લાગી જાય છે જેથી પોરબંદરમાં આ વર્ષે વહેલી કેરી પાકી છે. યાર્ડમાં કેરીની આવકમાં વધારો થયો છે. પોરબંદરના યાર્ડમાં મંગળવારે એક જ દિવસમાં બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી 990 બોક્સ એટલે કે 9090 કિલો કેસર કેરીની આવક થઈ હતી.યાર્ડમાં આવક થયેલ કેરીના પ્રતિબોક્સના રૂપિયા 1300 થી 1700 ભાવ બોલાયા હતા. પોરબંદરના યાર્ડમાં અગાઉ કેરીના બોક્સના રૂ.1400 થી 1800 ભાવ બોલાતા હતા ત્યારે પોરબંદરના યાર્ડમાં કેરીની આવકમાં વધારો થતાં જ ભાવમાં પણ ઘટાડો થયો છે.યાર્ડમાં કેરીની આવક વધતા પ્રતિબોકસે રૂ.100 થી 150 ભાવ ઘટયા હતા.
Read Original Article →