ભાસ્કર ખાસ:યાર્ડમાં રેકોડબ્રેક 68,400 કિલો મગ,10,500 કિલો અડદની આવક
પોરબંદરના યાર્ડમાં રેકોડબ્રેક ઉનાળુ મગની આવક નોંધાઈ હતી.યાર્ડમાં 68,400 કિલો મગ,10,500 કિલો અડદની આવક નોંધાઈ હતી તો યાર્ડના તેલીબિયા વિભાગમાં વિવિધ જણસીની 1,14,300 કિલો આવક નોંધાઈ હતી. પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદરમાં માર્કેટયાર્ડ આવેલ છે.આ યાર્ડમાં અલગ અલગ વિભાગમાં ખેડૂતોના પાકની આવક થતી હોય છે.પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપાક બાદ હવે ઉનાળુ પાક તૈયાર થઈ જતા માર્કેટયાર્ડ હાલ વિવિધ પાકની જણસીની આવકમાં વધારો નોંધાયો છે. યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં મોટો વધારો નોંધાયો છે. યાર્ડમાં સોમવારે મગફળીની 2200 કિલો,મગની 68,400 કિલો,ચણાની 8,100 કિલો અને જીરુની 2000 કિલો,ઘાણાની 2,500 કિલો,ઘઉંની 13,000 કિલો,અડદની 10,500 કિલો,ચોળીની 5,000 કિલો આવક જોવા મળી હતી. યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.1200 થી 1355 ભાવ,મગના રૂ.1570 થી 1785 ભાવ,જીરુના રૂ.3075 થી 3525 ભાવ,ધાણાના પ્રતિમણે રૂ.1750 થી 2380 ભાવ અને ચણાના રૂ.915 થી 1250અને ઘઉંના રૂ.400 થી 489,અડદના રૂ.1545 થી 1600,ચોળીના રૂ. 1400 થી 1545 ભાવ બોલાયા હતા. મગની આવક વધતા ભાવ ઘટયા, ખેડૂતોમાં ભારે રોષ દેખાયો
પોરબંદરના યાર્ડમાં છેલ્લા ઘણા દિવસથી મગની આવકમાં વધારો થયો છે ત્યારે મગની આવક વધતા યાર્ડમાં મગના પ્રતિમણે રૂ.300 થી 400 નો ભાવ ઘટાડો પણ નોંધાયો હતો.જેથી ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો.
Read Original Article →