રાણાવાવ પોલીસે રૂ. 1.03 લાખના 5 મોબાઈલ શોધી કાઢ્યા:'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ માલિકોને પરત કર્યા

Gujarat5/16/2026, 2:47:20 PM
રાણાવાવ પોલીસે રૂ. 1.03 લાખના 5 મોબાઈલ શોધી કાઢ્યા:'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ માલિકોને પરત કર્યા
પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસે ગુમ થયેલા પાંચ મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત રૂ. 1,03,997 છે. આ કામગીરી 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસે આ સફળ કામગીરી કરી. રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ડાંગર અને સબ ઇન્સ્પેક્ટર આર.વી. મોરી સહિતના સ્ટાફે ટેકનિકલ સેલ અને CEIR પોર્ટલનો ઉપયોગ કરીને આ ફોન શોધી કાઢ્યા હતા. પરત કરવામાં આવેલા મોબાઈલ ફોનમાં સાહીલકુમાર સરમુખભાઈ ચૌધરીને VIVO V29 (₹32,999), સાગર ભોજાભાઈ સોંદરવાને REALME 9 PRIME (₹11,000), રાણાભાઈ જગાભાઈ ચાવડાને VIVO T4 (₹11,999), કિશોરભાઈ હાજાભાઈ ભોગેસરાને REALME 12C (₹10,000), અસ્તાના મોહસીન મલેકને VIVO V5G (₹28,999) અને રામજીભાઈ જેઠાભાઈ રાઠોડને POCO C75 (₹9,000)નો સમાવેશ થાય છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ડાંગર, સબ ઇન્સ્પેક્ટર આર.વી. મોરી, હેડ કોન્સ્ટેબલ બી.જે. દાસા, એ.કે. લુવા, કોન્સ્ટેબલ સંજય વાલાભાઈ, સરમણ દેવાયતભાઈ, જયમલ સામતભાઈ, કૃણાલસિંહ પ્રવિણસિંહ, ભરત કાનાભાઈ અને આઈ.ટી. એક્સપર્ટ જેઠાભાઈ દેવાયતભાઈ જોડાયા હતા. પોતાના ગુમ થયેલા કિંમતી મોબાઈલ પરત મળતા અરજદારોએ રાણાવાવ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →