પોરબંદર શહેરમાં રસ્તા મુદ્દે જનઆક્રોશ:સીએમ સુધી રજૂઆતો છતાં તંત્રની દાદાગીરી, સમારકામ કરવા માંગ

Gujarat5/26/2026, 12:00:00 AM
પોરબંદરમાં ગત ચોમાસા બાદ હાલ પણ અનેક માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે.ત્યારે આ બિસ્માર રસ્તાઓનું સમારકામ માટે સીએમ સુધી રજૂઆતો છતાં હજુ સુધી રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું નથી જેથી ચોમાસા પહેલા સમારકામ કરવા લેખિત રજુઆત કરી ઉગ્ર માંગ કરી છે. પોરબંદર શહેરમાં બિસ્માર રસ્તાઓની સમસ્યા હવે હદ વટાવી ચૂકી છે. છેલ્લા 1 વર્ષથી મોટાભાગના મુખ્ય માર્ગો ભંગાર હાલતમાં હોવા છતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. આ અંગે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના "સ્વાગત" ઓનલાઇન ફરિયાદ કાર્યક્રમ તેમજ ગાંધીનગર મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ તેની દાદાગીરી યથાવત જોવા મળી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યાને 16 મહિના વીતી ગયા હોવા છતાં વહીવટમાં કોઈ જ સુધારો થયો નથી અને નાગરિકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે. દિલીપભાઈ મસરૂ દ્વારા મહાનગરપાલિકા કમિશનરને કરાયેલી લેખિત રજૂઆતમાં શહેરના અતિ વ્યસ્ત રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા માંગ કરાઈ છે. નેતાઓની દંબગાઈ અને રાજકીય દાદાગીરીનો આક્ષેપ‎ રજૂઆતમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે જીવલેણ રસ્તાઓનું સમારકામ રાજકીય નેતાઓની ‎દંબગાઈ અને દાદાગીરીને કારણે જાણીજોઈને કરવામાં આવતું નથી. જનતામાં એવો ભારે રોષ છે કે‎, કોર્પોરેટરો ભલે ગમે તેમ ચૂંટાયા હોય, પરંતુ વહીવટ તો રાજકીય નેતાઓ કે કોર્પોરેટરોની દાદાગીરીથી‎ નહીં પણ કાયદા અને પ્રજાના હિતમાં જ ચાલવો જોઈએ. આગામી ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં‎ આ તમામ રસ્તાઓનું વહેલી તકે મરામત કામ પૂર્ણ કરવામાં આવે તેવી આગેવાન દિલીપભાઈ મસરૂ‎ દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે.‎ આ મુખ્ય માર્ગો બન્યા બિસ્માર‎
Read Original Article →