પોરબંદરમાં રખડતાં ઢોરના કારણે રિક્ષા પલટતાં 7 વર્ષીય બાળકનું મોત:ખાપટ-કોલીખડા રોડ પર રિક્ષાને અકસ્માત નડ્યો, ધોરણ-1ના વિદ્યાર્થિનીનું પ્રાણપંખેરું ઉડી ગયું, અન્ય એક ઈજાગ્રસ્ત

Gujarat4/6/2026, 9:21:10 AM
પોરબંદરમાં રખડતાં ઢોરના કારણે રિક્ષા પલટતાં 7 વર્ષીય બાળકનું મોત:ખાપટ-કોલીખડા રોડ પર રિક્ષાને અકસ્માત નડ્યો, ધોરણ-1ના વિદ્યાર્થિનીનું પ્રાણપંખેરું ઉડી ગયું, અન્ય એક ઈજાગ્રસ્ત
ગાંધીભૂમિ પોરબંદરમાં સોમવારનો દિવસ અત્યંત રક્તરંજિત સાબિત થયો છે. વહેલી સવારે એરપોર્ટ નજીક થયેલા ગમખ્વાર અકસ્માત બાદ, ખાપટ-કોલીખડા રોડ પર વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શાળાએ પરીક્ષા આપવા જઈ રહેલા ધોરણ 1ના વિદ્યાર્થીની રિક્ષા પલટી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. પરીક્ષા આપવા જતો 'ધ્રુવ' અકસ્માતનો ભોગ બન્યો પ્રાપ્ત વિગતો અનુસાર, ખાપટ-કોલીખડા રોડ પરથી પસાર થઈ રહેલી એક ખાનગી સ્કૂલ રિક્ષા અચાનક પલટી મારી ગઈ હતી. રિક્ષામાં 2 વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાંથી જ્યુબિલી ખાનગી શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતા 7 વર્ષીય ધ્રુવનું ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સોમવારે પરીક્ષા હોવાથી ધ્રુવ ઉત્સાહ સાથે શાળાએ જવા નીકળ્યો હતો, પરંતુ આ અકસ્માતે તેના પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. રખડતા પશુને બચાવવા જતાં સર્જાયો અકસ્માત પ્રાથમિક તપાસ મુજબ, રિક્ષાચાલક જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક એક પશુ આડે આવ્યું હતું. રખડતા પશુને બચાવવાના પ્રયાસમાં રિક્ષાચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર અન્ય એક વિદ્યાર્થીને સામાન્ય ઈજાઓ પહોંચી છે. શહેરમાં એક જ દિવસમાં 5 લોકોના મોત પોરબંદરમાં સોમવારે અકસ્માતોની વણઝાર જોવા મળી હતી, જેમાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે: એરપોર્ટ નજીક અકસ્માત: વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 4 યુવાનોના મોત થયા હતા. ખાપટ રોડ અકસ્માત: પશુ આડે આવતા રિક્ષા પલટી જતાં 7 વર્ષના માસૂમ ધ્રુવનું મોત થયું. રખડતાં ઢોર મુદ્દે લોકોમાં રોષ રખડતા પશુઓના ત્રાસને કારણે માસૂમ બાળકે જીવ ગુમાવવો પડતા સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં પશુઓના ત્રાસનો ઉકેલ ન આવતા આજે એક પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પોરબંદર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Read Original Article →