પોરબંદરમાં ત્રણ અકસ્માત, 3 ઈજાગ્રસ્ત:રીક્ષા પલટી, કાર થાંભલા સાથે અથડાઈ, બાઈકચાલકને ગાય નડી

Gujarat5/25/2026, 4:37:04 AM
પોરબંદરમાં ત્રણ અકસ્માત, 3 ઈજાગ્રસ્ત:રીક્ષા પલટી, કાર થાંભલા સાથે અથડાઈ, બાઈકચાલકને ગાય નડી
પોરબંદરમાં રવિવાર રાતે એક સોમવારે સવારે બે અલગ-અલગ અકસ્માતો સર્જાયા હતા, જેમાં કુલ ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાઓમાં એક રીક્ષા પલટી ગઈ હતી, એક કાર વીજપોલ સાથે અથડાઈ હતી અને એક બાઈકચાલકને ગાય નડતા અકસ્માત થયો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રથમ ઘટના રોકડીયા હનુમાન નજીક ઉપર જતા પુલ પર બની હતી. અહીં એક રીક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. રીક્ષામાં સવાર એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. બીજી ઘટના લીમડાચોક ફાટક નજીક બની હતી. એક બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ગાય આડે ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકને ઈજા પહોંચી હતી અને તેને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્રીજો અકસ્માત પોરબંદરના માર્કેટ યાર્ડ નજીક થયો હતો. અહીં એક સ્વિફ્ટ કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી રોડ સાઈડના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ લાલ કલરની કારનો રજીસ્ટ્રેશન નંબર GJ 20 N 1813 હોવાનું જાણવા મળ્યું છે. થાંભલા સાથેની આ પ્રચંડ ટક્કરને કારણે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ ઉદ્યોગ નગર પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
Read Original Article →