પોરબંદર નજીક પોલીસ બોલેરોનો અકસ્માત:વીડિયો વાઈરલ થતા પોલીસકર્મીઓની હાલત પર ચર્ચા, ચાલક નશામાં હોવાની આશંકા
પોરબંદરના ત્રણ માઇલ નજીક વહેલી સવારે એક પોલીસ બોલેરો ગાડી (નંબર GJ 25 G 0788)નો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, અકસ્માતગ્રસ્ત ગાડીમાં બેઠેલા પોલીસકર્મીઓની હાલત ગંભીર જણાતી હતી. તેઓ ગાડીમાંથી બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં નહોતા, જેને પગલે લોકોમાં ચિંતા અને અનેક પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે, ગાડી ચલાવનાર અથવા અંદર બેઠેલા કર્મચારીઓ નશાની હાલતમાં હોઈ શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં કાયદાના રક્ષકો આવી હાલતમાં જોવા મળે તે ગંભીર બાબત છે. આ સમગ્ર મામલે પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ જાતના પક્ષપાત વગર યોગ્ય અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
Read Original Article →