16 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:પોરબંદર પેરોલ ફ્લો સ્ક્વોડે લોનાવાલાથી પકડ્યો

Gujarat4/9/2026, 5:50:06 PM
16 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:પોરબંદર પેરોલ ફ્લો સ્ક્વોડે લોનાવાલાથી પકડ્યો
પોરબંદર પેરોલ ફ્લો સ્ક્વોડે 16 વર્ષથી નાસતા ફરતા આરોપી બચ્ચાખાન મોહીદીન ખાનને મહારાષ્ટ્રના લોનાવાલાથી ઝડપી પાડ્યો છે. આ આરોપી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010માં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસે બાતમીને આધારે કમલાબાગ પોલીસ મથકના ગુનામાં સંડોવાયેલ આરોપી બચ્ચાખાન મોહીદીન ખાન હાલ લોનાવાલા, પુણે ખાતે છુપાયેલો છે. જેના આધારે તેને ઝડપી પાડ્યો હતો પકડાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.પકડાયેલ આરોપીની ઓળખ બચ્ચાખાન મોહીદીન ખાન (ઉંમર 42 વર્ષ) તરીકે થઈ છે. તે બંગલા નં. 11, ફરખાન સોસાયટી, પંગોલી, લોનાવાલા, પુણે, મહારાષ્ટ્રનો રહેવાસી છે.
Read Original Article →