ડીઝલ પી જતાં યુવકની તબિયત લથડી:મોટા કેનમાંથી ડીઝલ ટ્રાન્સફર કરતી વખતે નળીથી મોઢેથી ખેંચવા જતાં બનાવ બન્યો, ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ

Gujarat5/23/2026, 11:02:22 AM
ડીઝલ પી જતાં યુવકની તબિયત લથડી:મોટા કેનમાંથી ડીઝલ ટ્રાન્સફર કરતી વખતે નળીથી મોઢેથી ખેંચવા જતાં બનાવ બન્યો, ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ
પોરબંદરમાં PGVCLના એક કર્મચારી અકસ્માતે ડીઝલ પી જતાં તેમની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવપરા ગામના વિજય ધૂલાભાઈ ધૂરી નામના યુવક મોટા કેનમાંથી નાના કેનમાં ડીઝલ ટ્રાન્સફર કરી રહ્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન, નળી વડે મોઢાથી ડીઝલ ખેંચવાનો પ્રયાસ કરતાં તેઓ ભૂલથી ડીઝલ પી ગયા હતા. ડીઝલ પેટમાં જતાં જ વિજયની તબિયત બગડી હતી. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ છે.
Read Original Article →