વરણી:પોરબંદરના અધિકારી ગુજરાત કેડર DAO, ડીએ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા
પોરબંદર આર એન્ડ બી ડિવિઝનમાં સિનિયર ડિવિઝનલ એકાઉન્ટ્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રકુમાર પરમાર અમદાવાદ ખાતે યોજાયેલી ડિવિઝનલ એકાઉન્ટ્સ ઓફિસર્સ / ડિવિઝનલ એકાઉન્ટન્ટ એસો., ગુજરાત કેડરની ચૂંટણીમાં બહુમતીથી વિજય મેળવી પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેમની આ સિદ્ધિથી પોરબંદર જિલ્લાનું ગૌરવ વધ્યું છે. લાંબા અનુભવ, કાર્યકુશળતા અને નેતૃત્વ ક્ષમતાના આધારે તેઓ સમગ્ર ગુજરાત કેડરના અધિકારીઓના પ્રશ્નોને અસરકારક રીતે વાચા આપશે અને સંગઠનને વધુ મજબૂત બનાવશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
Read Original Article →