ભાસ્કર વિશેષ:પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કૂતરાના ખસિકરણ માટે બજેટ સાત ગણું કરી પાંચમી વખત રી ટેન્ડર કરાયું
પોરબંદર શહેરના રઝળતા કૂતરાનો આતંક વધી રહ્યો છે. પોરબંદરમાં 1 વર્ષમાં કૂતરા અને કૂતરા કરડવાના કેશમાં 30 ટકાનો વધારો થયો છે પરંતુ મનપા કુતરાનો ખસીકરણમાં નિષ્ફળ નિવડી હોય તેમ રૂ. 10 લાખનું બજેટના રૂ.50 લાખ કરી નાખ્યું અને ચાર વખત કુતરાના ખસીકરણ માટે ટેન્ડરીંગ કર્યા છતાં કુતરાના ખસીકરણ માટે મનપાને 9 માસથી એક એજન્સી મળતી નથી.હવે મનપા દ્વારા ફરી પાંચમી વખત રૂ.75 લાખનું રી ટેન્ડર હાથ ધરવામાં આવ્યું છે. પોરબંદર શહેરના રઝળતા કુતરાનો આતંક દીનપ્રતિદિન વધી રહ્યો છે.પોરબંદર શહેર ઉપરાંત જિલ્લામાં પણ રઝળતા કુતરાનો આતંક વધ્યો છે પોરબંદર શહેરમાં જ્યાં જૂઓ ત્યાં રઝળતા કૂતરાઓની સમસ્યા બેફામ બની ગઈ છે. પોરબંદર શહેરમાં છેલ્લા એકાદ વર્ષમાં રઝળતા કૂતરાઓની સંખ્યા ડબલથી પણ વધુ વધી જતા શહેરની વિવિધ સોસાયટીઓમાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. પોરબંદર શહેરમાં વાહનો પર જતા લોકોને તેમજ રસ્તે ચાલતા લોકોને રઝળતા કૂતરાઓ બચકા ભરી રહ્યા છે અને લોકો આ તકલીફમાંથી પસાર થઈ રહ્યા છે. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના આંકડા અનુસાર પોરબંદર શહેરમાં પ્રતિમાસ અંદાજે 400 થી પણ વધુ લોકોને કૂતરા કરડે છે.પરંતુ મનપાને કૂતરાના ખસિકરણ માટે એજન્સી મળતી નથી.મનપાએ પાંચમી વખત ખસિકરણ માટે રી ટેન્ડર હાથ ધરવામાં આવ્યું છે. રૂપિયા 10 લાખનું બજેટ રૂ.75 લાખ કર્યું
મનપાએ ખસિકરણ માટેની કામગીરીનું પ્રથમ ટેન્ડર રૂ.10 લાખનું બજેટમાં કરવામાં આવ્યું હતું.પરંતુ એજન્સી ન મળતા આખરે પાંચમી વખત રી ટેન્ડર કરવામાં આવ્યું છે અને ટેન્ડરની રકમ રૂ.10 લાખની વધારી રૂ.75 લાખ કરવામાં આવ્યા છે. રાત્રિના કૂતરાઓનો અસહ્ય ત્રાસ
પોરબંદર શહેરના એમ.જી રોડ,એસ.વી.પી.રોડ સહિત શહેરમાં રાત્રીના સમયેકુતરાઓનો અસહ્ય ત્રાસ જોવા મળે છે. શહેરના રાત્રીના કૂતરા બાઇક પાછળ દોળે છેજેથી ક્યારેક અકસ્માતના બનાવો પણ સામે આવે છે. પોરબંદર શહેરની મોટાભાગનીસોસાયટીમાં કુતરાનો રાત્રીના સમયે વધુ આતંક જોવા મળે છે.
Read Original Article →