અણઘડ વહીવટ:પોરબંદર મનપાનું ફુવારાના રિનોવેશન માટે‎ રૂ.1.91 કરોડનું આંધણ છતાં પરિણામ શૂન્ય

Gujarat5/26/2026, 12:00:00 AM
અણઘડ વહીવટ:પોરબંદર મનપાનું ફુવારાના રિનોવેશન માટે‎ રૂ.1.91 કરોડનું આંધણ છતાં પરિણામ શૂન્ય
પોરબંદર શહેરની શાન અને આકર્ષણનું કેન્દ્ર ગણાતા ઐતિહાસિક પેરેડાઇઝ ફુવારાના રિનોવેશનના નામે મનપાના અણઘડ વહીવટનો વધુ એક ઉત્કૃષ્ટ નમૂનો સામે આવ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે જેની કાયાપલટ કરવાની ગુલબાંગો પોકારવામાં આવી હતી, તે ફુવારો આજે ખુદ પોતાની અવદશા પર આંસુ સારી રહ્યો છે. તંત્રની બેદરકારીને કારણે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થતું હોય તેવો ઘાટ સર્જાયો છે. રૂ. 1.91 કરોડના ખર્ચે પેરેડાઇઝ ફુવારાની કાયાપલટ કરવાં મનપા તંત્ર દ્વારા ગત જાન્યુઆરી માસમાં ટેન્ડર કરીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને 4 માસમાં જ વિકાસમાં ચાર ચાંદ લાગી જશે તેવા દાવા કર્યા હતા, પરંતુ 4 માસ થવા આવ્યા છતાં વિકાસને ચાર ચાંદ લાગવાને બદલે માત્ર 10 ટકા પણ કામગીરી કરી નથી અને હતું તેના કરતા વેરવિખેર કરી નાખ્યું છે. પેરેડાઇઝ ફુવારાની શોભા વધારવા આપેલ કામગીરીમાં રેલિંગો તોડી નાખી છે અને અંદરનો કેટલોક કાટમાળ પેરેડાઇઝ સર્કલ ફરતો ખડકી દીધો છે અને નાના બેરિકેટ મૂકી સર્કલ મોટો કરી દીધો છે, રેલીંગ નથી, જેને કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ડિઝાઇનમાં ફેરફાર કરવાનો છે‎ પેરેડાઇઝ ફુવારાનું રિ ડેવલપમેન્ટ કામ માટે ટેન્ડર કરી વર્ક ઓર્ડર અપાયો હતો. હાલ કામ બંધ છે કારણ કે ડિઝાઈનમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. > જયદીપસિંહ રાણા, સિટી ઇજનેર, મનપા, પોરબંદર
Read Original Article →