ચેક રિટર્ન કેસનો નાસતો આરોપી ઝડપાયો:કમલાબાગ પોલીસે કલમ 138 હેઠળ સજા વોરંટનો આરોપી પકડ્યો

Gujarat4/7/2026, 1:32:55 PM
ચેક રિટર્ન કેસનો નાસતો આરોપી ઝડપાયો:કમલાબાગ પોલીસે કલમ 138 હેઠળ સજા વોરંટનો આરોપી પકડ્યો
પોરબંદરની કમલાબાગ પોલીસે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ સજા પામેલા એક નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સજા વોરંટના કામે ફરાર હતો. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ધરપકડ આ અભિયાનના ભાગરૂપે કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત, પોરબંદર શહેરના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા અને કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.સી. કાનમિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યું હતું. બાતમીના આધારે પોલીસે આરોપીના નિવાસ સ્થાને દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન, પોરબંદર કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના કેસ નંબર 1612/2025 મુજબ સજા પામેલો આરોપી સાગર તુંબડીયા (ઉંમર 31) પોતાના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી હતી. આરોપી સાગર તુંબડીયા પોરબંદરના માછલી ઘરની પાછળ, કંકાઈ મંદિર રોડ, બાપુના બંગલા પાસેનો રહેવાસી છે. પોલીસે આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. કમલાબાગ પોલીસની આ કામગીરીથી સજા વોરંટના કામે નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળી છે.
Read Original Article →