ભાસ્કર બ્રેકિંગ:પોરબંદર જિલ્લા પંચાયત, 3 તાલુકા પંચાયતના પ્રમુખ 16મી મે સુધીમાં ખુરશી સંભાળી લેશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને હવે કોણ પ્રમુખ પદ સંભાળશે તેની આતુરતાનો આગામી 16 મે સુધીમાં અંત આવશે. તમામ સ્થાનિક સંસ્થામાં ભાજપ દ્વારા બબ્બે નામો ફાઈનલ કરી દેવાયા છે અને બે માંથી જ કોઈ એક પદ સંભાળશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયત અને કુતિયાણા તાલુકા પંચાયતમાં મહિલા અનામત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગત તા. 26 એપ્રિલના પૂર્ણ થઈ હતી અને તા.28 એપ્રિલના મત ગણતરી પૂર્ણ થઈ હતી. આ વખતે ભાજપને વધુ બેઠકો મળી છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો જિલ્લા પંચાયતની 18 બેઠક માંથી તમામ 18 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે જ્યારે પોરબંદર તાલુકા પંચાયતની 22 બેઠક માંથી 20 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે જ્યારે 1 કોંગ્રેસ અને 1 આપના ઉમેદવાર ફાવી ગયા છે, આ ઉપરાંત રાણાવાવ તાલુકા પંચાયતમાં તમામ 16 બેઠક ભાજપના ઉમેદવારે કબ્જે કરી છે અને કુતિયાણા તાલુકા પંચાયતમાં 16 માંથી 15 બેઠકમાં ભાજપના ઉમેદવાર અને 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે ત્યારે જિલ્લા પંચાયત તેમજ ત્રણેય તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારોની જીત થતા હવે કોણ પ્રમુખ બનશે અને પ્રમુખનું પદ સંભાળશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે હવે જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખ તા.16 મે સુધીમાં ખુરશી સંભાળી લેશે. મહત્વની વાત એ છે કે, ભાજપ દ્વારા દરેક સ્વરાજ્ય સંસ્થામાં બબ્બે નામો ફાઈનલ કરી દેવાયા છે અને બે માંથી જ કોઈ એક પદ સંભાળશે. જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે સંભવિત નામ
જિલ્લા પંચાયતમાં આ વખતે મહિલા અનામત છે ત્યારે જાહેર થયેલ સંભવિત નામોમાં મંજુબેન ભરતભાઈ સુંડાવદરા અને શીતલબેન રમેશભાઈ ઓડેદરાનું નામ સંભવિત છે.
Read Original Article →