પોરબંદર મહાનગરપાલિકા ચૂંટણી 2026:ભાજપના વધુ 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં કુલ 9 બેઠકો પર ભાજપનો વિજય, કાર્યકરોમાં ઉત્સાહ

Gujarat4/13/2026, 2:53:44 PM
પોરબંદર મહાનગરપાલિકા ચૂંટણી 2026:ભાજપના વધુ 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં કુલ 9 બેઠકો પર ભાજપનો વિજય, કાર્યકરોમાં ઉત્સાહ
પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપને મોટી સફળતા મળી છે. વધુ પાંચ બેઠકો બિનહરીફ જાહેર થતાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ સાથે મનપાની કુલ 9 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ફોર્મ ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 10 માં બે બેઠકો અને વોર્ડ નંબર 11 માં ત્રણ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. અગાઉ વોર્ડ નંબર 12 માં ભાજપના ઉમેદવારો સામે એક પણ ફોર્મ ભરાયું ન હોવાથી ચાર બેઠકો બિનહરીફ થઈ હતી.ચૂંટણી પ્રચાર અને ફોર્મ પરત ખેંચવાના દિવસો બાકી છે તે પહેલા જ ભાજપે મનપાની કુલ 9 બેઠકો પર વિજય મેળવી લીધો છે. વોર્ડ નંબર 10 માં હેતલબેન સાણથરા અને દક્ષાબેન માવણી, જ્યારે વોર્ડ નંબર 11 માં ક્રિષ્નાબેન અનિલભાઈ કોટિયા, દેવીબેન દેવા કોડીયાતર અને વનરાજ પરબતભાઈ કેશવાલા બિનહરીફ ચૂંટાયા છે. આ વિજય બદલ કાર્યકરોએ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને શુભેચ્છાઓ પાઠવી ભવ્ય વિજયના વધામણાં કર્યા હતા.
Read Original Article →