પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત, 4નાં મોત:બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતાં બાઈક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા, એકની હાલત ગંભીર
સુદામાપુરી પોરબંદરમાં આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલી સીધી ટક્કરમાં ચાર આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વહેલી સવારે સર્જાયો કાળમુખો અકસ્માત પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના આજે વહેલી સવારે 5:00 થી 5:40 વાગ્યાના અરસામાં એરપોર્ટ રોડ પર બની હતી. બે મોટરસાયકલ સામસામે ધડાકાભેર અથડાતાં અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા હતા. રસ્તા પર કાચ અને બાઇકના પાટ્સ વિખેરાયા હતા અને બંને બાઇક પણ રસ્તાની બાજુમાં ફંગોળાઇને પડ્યા હતા. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ પાંચેય યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ત્રણ યુવાનના શ્વાસ થંભી ગયા હતા. જ્યારે અન્ય એક યુવાને વધુ સારવાર માટે જામનગર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે, રસ્તામાં ખંભાળિયા નજીક તેનું પણ મોત થયું હતું. મૃતક યુવાનોની વિગત અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાન પોરબંદરના પંચહાટડી, સોની બજાર અને આવાસ યોજના વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે: તબીબોએ આ ચારેય યુવાનને મૃત જાહેર કરતાં હોસ્પિટલ પરિસરમાં કરુણ દૃશ્યો સર્જાયા હતા. ઈજાગ્રસ્તોની સ્થિતિ આ અકસ્માતમાં અન્ય એક યુવાનને પણ ઈજાઓ પહોંચી છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે: સમગ્ર શહેરમાં શોકનું મોજું ઘટનાની જાણ થતા જ પોલીસકાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ વહેલી સવારના સમયે સર્જાયેલી આ સીધી ટક્કરે અનેક પરિવારોની આશા છીનવી લીધી છે. પોરબંદરના સોની બજાર અને પંચહાટડી જેવા વિસ્તારોમાં આ સમાચાર વહેતા થતા જ શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. --- અકસ્માતના આ સમાચાર પણ વાંચો બેફામ દોડતી થારે ઈકોને પાછળથી ટક્કર મારી, 10 મુસાફર ઘાયલ અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર ખેડા ટોલ પ્લાઝા નજીક રવિવારે (5 એપ્રિલે) એક રુંવાડા ઉભા કરી દે તેવો અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ દોડતી થાર ગાડીના ચાલકે આગળ જઈ રહેલી ઈકો ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારતાં ઈકો ગાડી હાઈવે પર જ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઈકોમાં સવાર કુલ 10 મુસાફર ઘાયલ થયા હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો… સુરતમાં 2 અકસ્માતના ભયાનક CCTV, ટ્રકે રિક્ષાને 60 મીટર ઢસડી, ચાલકનું મોત 3 એપ્રિલે સુરતમાં બે ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. બારડોલીમાં નંબર પ્લેટ વગરના ટ્રકે રિક્ષાને અડફેટે લેતાં રિક્ષાચાલકનું અને પરવત પાટિયામાં બસની ટક્કરે કેમિકલ વેપારીનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ બંને અકસ્માતના CCTV વીડિયો સામે આવ્યાં હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો…
Read Original Article →