પ્લાનિંગ‎:મનપા દ્વારા સોલિડ વેસ્ટ ટ્રાન્સપોર્ટેશન બનાવવા માટે રૂ.4 કરોડનું ટેન્ડર કરાયું

Gujarat5/13/2026, 12:00:00 AM
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એકત્રિત થતો કચરાના નિકાલ માટે સોલિડ વેસ્ટ ટ્રાન્સપોર્ટેશન બનાવવા માટે રૂ.4 કરોડનું ટેન્ડર કરાયું છે.તો શહેરમાં ચાલતા કન્ટ્રક્શન સાઇટ પર નીકળતા કન્ટ્રક્શન વેસ્ટ પ્લાન બનાવવા માટે રૂ.2.14 કરોડનું ટેન્ડર હાથ ધરવામાં આવ્યું છે. શહેરની સ્વચ્છતા અને કચરાના યોગ્ય નિકાલ માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. મનપા દ્વારા શહેરમાં એકત્રિત થતા સોલિડ વેસ્ટ અને કન્સ્ટ્રક્શન વેસ્ટના નિકાલ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.મનપાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરમાં દરરોજ મોટી માત્રામાં એકત્ર થતા કચરાના પરિવહન માટે ‘સોલિડ વેસ્ટ ટ્રાન્સપોર્ટેશન’નો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેના માટે રૂ. 4 કરોડના ખર્ચે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ સુવિધાથી શહેરના કચરાને વધુ કાર્યક્ષમ રીતે પ્રોસેસિંગ સાઇટ સુધી પહોંચાડી શકાશે.બીજી તરફ, શહેરમાં વધી રહેલા બાંધકામોને કારણે પેદા થતા કાટમાળ (કન્સ્ટ્રક્શન વેસ્ટ)ના નિકાલની સમસ્યા પણ ઉકેલવા મનપા સક્રિય થઈ છે. બાંધકામના કચરાને રિસાયકલ કરવા અને તેના યોગ્ય નિકાલ માટે ‘કન્સ્ટ્રક્શન વેસ્ટ પ્લાન્ટ’ સ્થાપવા રૂ. 2.14 કરોડનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.આ બંને પ્રોજેક્ટ્સ કાર્યરત થવાથી પોરબંદર શહેરમાં ગંદકીની સમસ્યામાં ઘટાડો થશે અને પર્યાવરણની જાળવણી સાથે શહેર વધુ સ્વચ્છ બનશે તેમ માનવામાં આવી રહ્યું છે.
Read Original Article →