એસઓજીની ટીમે દરોડો:પોરબંદરની મીલની ચાલી ખાતેથી 3 કિલો 104 ગ્રામ ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
મહારાણા મીલની ચાલી નંબર 2માં રહેતો પરપ્રાંતીય શખ્સ ના મકાનમાં એસઓજી ટીમે બાતમી આધારે દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો હતો. પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક બી.યુ.જાડેજા દ્વારા નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓ તથા માદક પદાર્થોનું હેરાફેરી તથા સેવન કરનાર તત્વોની પ્રવૃતી સદંતર બંધ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને એસઓજી પીઆઈ એમ. એન. જાડેજા દ્વારા આવા શખ્સ અંગે બાતમી મેળવવા સુચના કરવામા આવેલ, જે અન્વયે સ્ટાફ કાર્યરત હોય, તે દરમ્યાન સ્ટાફના મોહીત ગોરાણીયા તથા સરમણ ખુંટીને સંયુકત રીતે ચોકકસ બાતમી મળેલ કે, મૂળ મધ્યપ્રદેશ અને હાલ પોરબંદરના મહારાણા મીલની ચાલીમા શેરી નંબર 2, ગૌશાળાની બાજુમા રહેતો રાજેશ આશારામ લોધી પોતાના મકાનમાં સુકા ગાંજાના જથ્થા સાથે હાજર છે. જે બાતમી આધારે સરકારી પંચોને સાથે રાખી દરોડો પાડી, આ શખ્સને 3 કિલો 104 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો છે અને કુલ રૂ.1,60,200નો મુદ્દામાલ કબ્જે કરી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં N.D.P.S. એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. 3 આરોપીના નામ ખુલ્યા
રાજેશ આશારામ લોધી ને ઝડપ્યા બાદ તેની પૂછપરછ કરતા ગાંજાના ગુન્હામાં શોભગીરી ઉર્ફે ટોન્ટી, મુસ્તફા હુસેન સાટી, અને હસન સુમરા સંડોવાયેલ હોવાની કબૂલાત આપી છે. પોલીસે ચારેય શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે અને ત્રણ આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →