અગાઉ સુપર ગેસ ટર્મિનલ ખાતે 498 એલ.પી.જી ટેન્ડર આવ્યા:18 ક્રૂ-મેમ્બરો સાથેનું LPG ટેન્કર ઓમાન થઈ પોરબંદરના ગાઝ ટર્મિનલ પર આવી પહોંચ્યું

Gujarat5/27/2026, 12:00:00 AM
અગાઉ સુપર ગેસ ટર્મિનલ ખાતે 498 એલ.પી.જી ટેન્ડર આવ્યા:18 ક્રૂ-મેમ્બરો સાથેનું LPG ટેન્કર ઓમાન થઈ પોરબંદરના ગાઝ ટર્મિનલ પર આવી પહોંચ્યું
અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના પગલે હોરમુઝ રૂટ બંધ થઇ જતા ક્રૂડ ઓઇલ અને ગેસનો વેપાર ખોરવાઈ ગયો છે, ત્યારે આ વેપારમા એલ પી જી ગેસનો વેપાર ચાલુ રાખવા રૂટ બદલી નખાયો છે, અને 18 ક્રૂ-મેમ્બરો સાથેનું LPG ટેન્કર ઓમાન થઈ પોરબંદરના ''ગાઝ ટર્મિનલ'' પર મંગાવાયું છે. પોરબંદરમા ગેસ મંગાવતી જૂની કંપનીનું ઓપરેશન ઠપ થતાં ઊભી થયેલી ખોટ નવા ટર્મિનલે પૂરી કરી છે. ખર્ગ આઇલેન્ડના ગેસથી પોરબંદર પોર્ટ ફરી ધમધમ્યું છે. પોરબંદરની જેટી પર આજે સવારે 4000 મેટ્રિક ટન જથ્થો સાથે એક એલ.પી.જી ટેન્કર પહોંચ્યું હતું.આ ટેન્કરમાં ખર્ગ આઇલેન્ડ થી 4000 મેટ્રિક ટન એલ.પી.જી લઈ અને ઓમાન થી પોરબંદર "એમ.ડી.23 મલકાર હરભોદ" નામનું એલ.પી.જી ટેન્કર 18 ક્રુમેમ્બર સાથે પોરબંદર પહોંચ્યું હતું.આ ટેન્કરનો એલ.પી.જી.નો જથ્થો જાવર વિસ્તારમાં આવેલ ગાઝ એલ.પી.જી ટર્મિનલ ખાતે ઠાલવાયો હતો. ખાડી દેશોમાં યુદ્ધ બાદ ભારતમાં એલ.પી.જી.ગેસની અછત જોવા મળી હતી ત્યારે આ અછત વચ્ચે 1 માસ પૂર્વે પણ એક એલ.પી.જી.ટેન્કર પોરબંદરની જેટી ખાતે આવ્યું હતું અને તેમાં પણ 4000 મેટ્રિક ટન એલ.પી.જી.ગેસનો જથ્થો ઉપલબ્ધ હતો. અગાઉ સુપર ગેસ ટર્મિનલ ખાતે 498 એલ.પી.જી ટેન્ડર આવ્યા પોરબંદરના જાવર ખાતે વર્ષોથી સુપર ગેસના સ્ટોરેજ આવેલ છે ત્યારે આ સ્ટોરેજમાં એલ.પી.જી.ગેસ શિપ ટેન્કર મારફતે આવતો હતો ત્યારે અગાઉ સુપર ગેસ ટર્મિનલ ખાતે 498 એલ.પી.જી. ટેન્કર આવ્યા હતા.જોકે હવે તે કંપની પાસે નાના શિપ ટેન્કર ન હોવાથી ટર્મિનલ બંધ કરાયા હોવાનું જાણવા મળ્યું છે.
Read Original Article →