જંગલ સફારીમાં પ્રવાસીઓને વન્યજીવ પ્રેમીઓ રોમાંચિત બન્યા:સિંહ પરિવારનો દબદબો: બરડાના જંગલમાં સિંહણ અને 3 બચ્ચા મુક્તમને વિહરતા દેખાયા

Gujarat5/27/2026, 12:00:00 AM
જંગલ સફારીમાં પ્રવાસીઓને વન્યજીવ પ્રેમીઓ રોમાંચિત બન્યા:સિંહ પરિવારનો દબદબો: બરડાના જંગલમાં સિંહણ અને 3 બચ્ચા મુક્તમને વિહરતા દેખાયા
ગીર બાદ હવે બરડા જંગલ સફારીમાં પણ સિંહપરિવારનો દબદબો જોવા મળી રહ્યો છે.આ સફારી પાર્કમાં સિંહણ અને 3 બચ્ચા મુક્તમને વિહરતા દેખાયા હતા જેથી બરડા જંગલ સફારીમાં પ્રવાસીઓને વન્યજીવ પ્રેમીઓ રોમાંચિત બન્યા હતા. બરડા જંગલ સફારી પાર્કમાંથી વન્યજીવ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક અત્યંત આનંદ અને ઉત્સાહના સમાચાર સામે આવ્યા છે. પ્રવાસીઓ જ્યારે જંગલ સફારીની મજા માણી રહ્યા હતા, ત્યારે અચાનક જ વનરાજાના પરિવારે દર્શન દેતા પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. સફારી દરમિયાન એક સિંહણ અને તેના ત્રણ નાનકડા બચ્ચા એકસાથે જાહેરમાં વિહરતા જોવા મળ્યા હતા. સિંહપરિવારને આટલી નજીકથી નિહાળવાનો લહાવો મળતા પ્રવાસીઓમાં ભારે રોમાંચ વ્યાપી ગયો હતો. માતા સાથે બચ્ચાઓની ગેલછા કેમેરામાં કેદ આમ તો બરડા જંગલ સફારીના આ વન્ય વિસ્તારમાં અવારનવાર સિંહોની અવરજવર અને દર્શન થતા જ રહે છે. પરંતુ આ વખતે વેકેશનના માહોલ વચ્ચે સિંહણ તેના ત્રણેય માસૂમ બચ્ચા સાથે ખૂબ જ શાંત અને રમતિયાળ મૂડમાં જોવા મળી હતી. સિંહણ સાથે ગેલ કરતા અને જંગલમાં મુક્ત મને દોડાદોડ કરતા બચ્ચા કેમેરામાં કેદ થયા હતા.
Read Original Article →