ફરિયાદ નોંધાઈ:કુછડી ગામ બહાર સીમમાં જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
પોરબંદરના કુછડી ગામ બહાર સીમમાં શખ્સે યુવાનના ખેતરમાં બાવળ કાપવાનું કામ અટકાવ્યું હતું અને રસ્તો કાંટથી બંધ કરી ડેલા પર તાળું મારી દીધું હતું અને જમીન સસ્તામાં વેંચી દેવા જણાવી શખ્સ કુહાડી લઈને યુવાન પાછળ દોડ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના છાંયા ચોકી રોનક કોમ્પલેક્ષ સામે રહેતી રવિ પ્રદીપ ઓડેદરા નામના યુવાનની માતાની માલિકીની જમીનમાં મજૂરો બાવળ કાપવાનું કામ કરી રહ્યા હતા ત્યારે રીણાવાડા ગામે રહેતો આરોપી વિકમ આવડા ઓડેદરા સ્થળ પર પહોંચી કામ બંધ કરાવી મજૂરોને ખેતરની બહાર કાઢી મુક્યા હતા. આરોપીએ ખેતરમાં જવાના રસ્તા પર બાવળની કાંટ મૂકી અવરોધ ઉભો કર્યો હતો તેમજ ડેલા પર તાળું મારી પ્રવેશ રોક્યો હતો. બાદમાં યુવાન ખેતરમાં જવા માટે તાળું ખોલવા પહોંચતા આરોપી હાથમાં કુહાડી લઈને આવ્યો હતો અને ખેતરમાં પ્રવેશ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ યુવાનને અપશબ્દો બોલી જમીન એક લાખ રૂપિયા પ્રતિ વિઘાના ભાવે પોતાના નામે આપવા કહ્યું હતું હતું અને પોતાની પાસે રહેલી કુહાડી વડે હુમલો કરવા દોડ્યો હતો. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિકમ આવડા ઓડેદરા સામે ગુન્હો નોંધ્યો હતો.
Read Original Article →