કાર્યવાહી:માધવપુરમાં અપહરણના ગુનાનો આરોપી ઝડપાયો
માધવપુર પંથક માંથી એક સગીરાનું વાલીપણા માંથી શખ્સ અપહરણ કરી લઈ ગયાનો ગુન્હો નોંધાયો હતો જેમાં માધવપુર પોલીસે રાજકોટ શાપર વેરાવળ ખાતેથી ભોગ બનનાર અને આરોપીને શોધી કાઢી આરોપી સામે પોકસો હેઠળ ગુન્હો નોંધ્યો છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અપહરણ થયેલ બાળકો, મહીલાઓ તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કડક સુચનાઓ કરવામા આવેલ, જે અનુસંધાને રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષીક ધૃવલ સુતરીયાના માર્ગદર્શન હેઠળ, માધવપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.ડી. ચૌહાણ તથા ડીસ્ટાફ પ્રયત્નશીલ હતા, તે દરમ્યાન બાતમી મળેલ કે, સગીરાને ભગાડી જનાર આરોપી શાપર વેરાવળ રાજકોટ ખાતે છે. જે હકિકત આધારે શાપર વેરાવળ ખાતે જઇ પોલીસે ભોગબનનાર તથા તેને ભગાડી જનાર માંગરોળ તાલુકાના તલોદ્રા ગામનો આરોપીહીતેશ ઉર્ફે હીતો મુંજા ચુડાસમાને શોધી કાઢી આરોપી સામે પોક્સો એક્ટની કલમનો ઉમેરો કોર્ટમાં કરાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →