ગરમીમાં રાહત:કમલા નહેરૂ બાગ બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લો રહેશે

Gujarat5/17/2026, 12:00:00 AM
પોરબંદર શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી અને વેકેશન દરમિયાન વધતી અવરજવરને ધ્યાનમાં રાખી પોરબંદર મહાનગરપાલિકાએ કમલા નહેરૂ બાગના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. અગાઉ સવારે 6 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી ખુલ્લો રહેતો કમલાબાગ હવે બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજે પણ બગીચો 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. ઉનાળામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો વિવિધ કામકાજ માટે શહેરમાં આવતા હોય છે ત્યારે હરિયાળી અને ઘટાદાર વૃક્ષો વચ્ચે લોકોને આરામ મળી રહે તે હેતુસર આ નિર્ણય લેવાયો છે. ગાર્ડન વિભાગના સુપરવાઈઝર નિલેષભાઈ કિશોરએ જણાવ્યું હતું કે બગીચામાં સ્વચ્છતા, સુરક્ષા અને જરૂરી સુવિધાઓ જાળવવા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
Read Original Article →