માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક:સૌથી વધુ 11,100 કિલો ઘઉંની આવક,પ્રતિમણે રૂ.400 થી 471 ભાવ બોલાયા
પોરબંદરના માર્કેટયાર્ડ હાલ રવીપાકની આવક જોવા મળી રહી હતી ત્યારે હાલ યાર્ડમાં મગફળી, ધાણા, જીરું,મગફળી, ઘઉં અને ચણાની આવક નોંધાઈ હતી. યાર્ડમાં સૌથી વધુ ઘઉંની 11,100 કિલો આવક થઈ,પ્રતિમણે રૂ.400થી 471 ભાવ ખેડૂતોને મળ્યા હતા યાર્ડમાં શનિવારે મગફળીની 4000 કિલો,મગની 100 કિલો,ચણાની 3,200 કિલો અને જીરુની 2000 કિલો,ઘાણાની 2000 કિલો, ઘઉંની 11,100 કિલો, જુવારની 100 કિલો તેમજ તલની 100 કિલો આવક જોવા મળી રહી છે. યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.1140 થી 1485 ભાવ,મગના રૂ.1900 ભાવ,જીરુના રૂ.3600 થી 3900 ભાવ,ધાણાના પ્રતિમણે રૂ.1475 થી 2350 ભાવ અને ચણાના રૂ.900 થી 1500 ભાવ બોલાયા હતા.પોરબંદરના યાર્ડમાં હાલ વિવિધ જણસીની આવકમાં વધારોજોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાંથી 1200 કિલો સૂકા મરચાની આવક
પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં દેવભૂમિ દ્વારકા પંથકના ગામોમાંથી શનિવારે 1200 કિલો લાલ સૂકા મરચાની આવક નોંધાઈ હતી.આ મરચાનો પ્રતિમણે રૂ.1800 થી 5500 ના ભાવ બોલાયા હતા.જોકે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મરચાની આવકમાં ઘટાડો નોંધાયો છે.
Read Original Article →