જાહેરનામું:પોરબંદર જિલ્લામાં હવે પરવાનગી વિના સભા સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકાયો

Gujarat4/8/2026, 12:00:00 AM
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીની જાહેરાત બાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, મતદારો નિર્ભય વાતાવરણમાં મતદાન કરી શકે અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાં મુજબ સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી લીધા વિના ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રિત થવા, સભા યોજવા અથવા કોઈપણ પ્રકારનું સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને સભા-સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં ઉમેરવામાં આવશે. જો કે, આ હુકમ ફરજ પર રહેલા ગૃહરક્ષક દળના કર્મચારીઓ, લગ્નના વરઘોડા, સરકારી ફરજ પર રહેલી વ્યક્તિઓ તેમજ સ્મશાન યાત્રા માટે લાગુ પડશે નહીં.આ જાહેરનામું પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતાં વિસ્તારોમાં તા.30/04/2026 સુધી આ હુકમ અમલમાં રહેશે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન જાહેર તથા ખાનગી મિલ્કતોના રક્ષણ અને ગેરકાયદે પ્રચાર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
Read Original Article →