ગુરુકુલ મહિલા કોલેજ સેમેસ્ટર 2 નું પરિણામ જાહેર:હોમ સાયન્સ વિભાગની વિદ્યાર્થીનીઓએ મેળવી ઝળહળતી સફળતા
ગુરુકુલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના હોમ સાયન્સ વિભાગ, સેમેસ્ટર 2 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા લેવાયેલી આ પરીક્ષામાં વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત આ કોલેજની વિદ્યાર્થીનીઓએ ઝળહળતી સિદ્ધિ મેળવી છે. જેમાં કુ. મનાલી સવદાસભાઈ કારાવદરાએ 84.90% અને કુ. રવીના ટપુભાઈ ઓડેદરાએ 85.27% ગુણ પ્રાપ્ત કરીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમ નાગર, હોમ સાયન્સ વિભાગના અધ્યક્ષા અને ઉપાચાર્ય પ્રો. રોહિણીબા જાડેજા, પ્રો. શોભનાબેન વાળા, ડો. નમ્રતાબેન સામાણી, લેબ આસિસ્ટન્ટ કુ. ક્રિષ્નાબેન ઘોડાદરા તથા કોલેજના તમામ અધ્યાપકોએ સફળ થયેલી વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિદ્યાર્થીનીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ આપી હતી.
Read Original Article →