ગીરમાં સિંહોના મૃત્યુ અંગે વન મંત્રીનું નિવેદન:અર્જુન મોઢવાડિયાએ કહ્યું, '12 સિંહોને સારવાર બાદ જંગલમાં મુક્ત કરાયા, 5 સારવાર હેઠળ'

Gujarat6/5/2026, 6:50:48 AM
ગીરમાં સિંહોના મૃત્યુ અંગે વન મંત્રીનું નિવેદન:અર્જુન મોઢવાડિયાએ કહ્યું, '12 સિંહોને સારવાર બાદ જંગલમાં મુક્ત કરાયા, 5 સારવાર હેઠળ'
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ ગીરમાં સિંહોના મૃત્યુ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, બીમાર પડેલા 17 સિંહોને સારવાર આપવામાં આવી હતી, જેમાંથી 12 સિંહોને જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ ગીર અને આસપાસના વિસ્તારમાં અંદાજિત 8 સિંહબાળના મૃત્યુને કારણે ચિંતાનો માહોલ હતો. રાજ્ય સરકાર અને વન વિભાગના સઘન પ્રયાસોથી 17 બીમાર સિંહોને ક્વોરન્ટાઇન કરીને સારવાર પૂરી પાડવામાં આવી હતી. હાલ 12 સિંહો સ્વસ્થ થતાં તેમને ફરીથી વનમાં છોડી દેવાયા છે. બાકીના 5 સિંહો હજુ પણ સારવાર હેઠળ છે અને તેમની તબિયત સુધર્યા બાદ તેમને પણ જંગલમાં મુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત, વિસ્તારના અન્ય 600 સિંહોને ઈ-ટેગિંગ અને ડિવોર્મિંગ કરીને સમગ્ર વિસ્તારને જંતુમુક્ત કરવામાં આવ્યો હતો. મંત્રી મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી બીમારીને કારણે એક પણ સિંહનું મૃત્યુ થયું નથી. હાલ વાયરસને લઈને કોઈ ચિંતા નથી.
Read Original Article →