યુવાનને અપાયું નવજીવન:જ્યુબેલી પુલ નીચે પડેલા યુવાનને ફાયર ટીમે બહાર કાઢ્યો‎

Gujarat5/15/2026, 12:00:00 AM
યુવાનને અપાયું નવજીવન:જ્યુબેલી પુલ નીચે પડેલા યુવાનને ફાયર ટીમે બહાર કાઢ્યો‎
પોરબંદર શહેરના જયુબેલી પુલ નીચે ગુરુવારે સાંજે એક યુવાન પાણીના પ્રવાહમાં પડી જતાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાવની જાણ આસપાસના લોકોએ 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર કરી હતી. માહિતી મળતા જ મહાનગર પાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે પાણીમાં પડેલા યુવાનને બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી હતી. બાદમાં વધુ સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમયસર મદદ મળતા યુવાનને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. ઘટનાને પગલે થોડા સમય માટે આસપાસ લોકોના ટોળા એકત્ર થયા હતા. ફાયર વિભાગના અધિકારી અભય મહેતા અને ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી હતી. ટીમે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી યુવાનને બહાર કાઢી યુવાનનો જીવ બચાવ્યો હતો. સદનસીબે યુવાનનો‎જીવ બચી ગયો‎ જયુબેલી પુલ નીચે પાણીનો પ્રવાસ તેમજ કાદવ પણ છે. યુવાન પડ્યો ત્યારે ત્વરિત જાણ કરવામાં આવતા ફાયર ટીમે રેસ્ક્યુ કર્યું હતું. જો મોડું થયું હોત તો આ યુવાન કાદવમાં ખૂંપી ગયો હોત તો તેને બચાવવો મુશ્કેલ બની જાત, સદનશીબે યુવાનનો જીવ બચ્યો હતો. યુવાનના પડવા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ આદરી ઉલ્લેખનીય છેકે, આ યુવાન જયુબેલી પુલ પરથી નીચે પડ્યો હતો ત્યારે આ યુવાન કોણ છે અને શા માટે પાણીમાં પડ્યો તે પાછળનું કારણ શું છે તે અંગે વધુ તપાસ પોલીસે આદરી છે.
Read Original Article →