જાહેરનામુ પ્રસિધ્ધ:પોરબંદર શહેરમાં સવારના 08થી રાત્રિના‎09 વાગ્યા સુધી ભારે વાહનોને પ્રવેશબંધી‎

Gujarat5/13/2026, 12:00:00 AM
પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.ધાનાણી દ્વારા પોરબંદર શહેરમાં સવારના 08-00 થી રાત્રિના 09-00 કલાક સુધી ટ્રાફીક નિયમન કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જાહેરનામું અનુસાર ભારે વાહનો અંગે દ્વારકા થી પોરબંદર અને સોમનાથ થી પોરબંદર આવતા વાહનો ઓડદર બાયપાસ દાદીમાના દેશી ભાણા હોટલ પાસેથી બિરલા ફેક્ટરી સુધી આવક-જાવક કરી શકાશે. દ્રારકા નેશનલ હાઇવે ત્રણ માઇલ, બોખીરા, ચુન્નાની ભઠી તથા જયુબેલી ચાર રસ્તાથી ઉદ્યોગનગર આશાપુરા ચોક જી.આઈ.ડી.સી. સુધી આવાક-જાવક કરી શકાશે. પોરબંદર થી દ્વારકા- સોમનાથ તરફ જતા વાહનો ચુન્નાના ભઠાથી તથા ઉદ્યોગનગર જી.આઇ.ડી.સી. આશાપુરા, જયુબેલી ચાર રસ્તાથી, બોખીરા, ત્રણ માઇલ થઇ અથવા રોકડીયા હનુમાન મંદિર થી ઓવરબ્રિજનો ઉપયોગ કરી દ્રારકા સોમનાથ તરફ આવ-જા કરી શકશે. પોરબંદર શહેરમાં નરસંગ ટેકરી (ઓરવબ્રિજનો ઉપયોગ કરી શકાશે), જયુબેલી ચાર રસ્તા, વિરભનુની ખાંભીથી તમામ ભારે વાહનો માટે પોરબંદર શહેરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એસ.ટી.બસ,મનપાના વાહનોને છૂટ આ જાહેરનામામાંથી એસ.ટી.નિગમની બસો હાલ રાબેતા મુજબ જે રસ્તા ઉપર અવર-જવર કરે છે તે રસ્તાઓ, ખાનગી સ્કુલોની પોતાની માલિકીની બસો કે જે ફકત વિધાર્થીઓની અવર-જવર જે રસ્તાઓ ઉપર કરે છે તે રસ્તાઓ. સરકારના કોઇપણ પ્રકારના વાહનો ગમે તે રસ્તાઓ ઉપર અવર-જવર કરે છે તે રસ્તાઓ, ફાયર ફાઇટરો, એમ્બ્યુલન્સો, શબવાહીની તથા મહાનગરપાલિકા પોરબંદરની શહેરમાં અવર-જવર કરતી બસો તથા મહાનગરપાલિકાના અન્ય વાહનો. બહારના જીલ્લામાંથી તથા અન્ય રાજયોમાંથી પર્યટક વાહનો અવર જવર માટે જે રસ્તાઓ અવર-જવરના છે તેમને પ્રતિબંધમાંથી મુકિત આપવામાં આવી છે.
Read Original Article →