આપઘાત:છાયા વિસ્તારમાં ઝેરી ટિકડા ખાઈ વૃદ્ધ દંપતીનો સજોડે આપઘાત
પોરબંદરના છાયા ભારતીય વિદ્યાલય નજીક રહેતા એક વૃદ્ધ દંપતીએ એક સુસાઇડ નોટ લખી સજોડે ઝેરી ટિકડા ખાઈ આપઘાત કરી લીધી હતો.આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો.તો આ ઘટના બાદ પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર શહેરના ભારતીય વિદ્યાલય નજીક રહેતા રાયચૂરા છોટાલાલ નારણદાસ (ઉ.75)અને રાયચુરા સવિતાબેન છોટાલાલ (ઉ.78) નામના દંપતીએ તેમના ઘરે સજોડે ઝેરી ટિકડા ખાઈ લીધા હતા.આ ઘટનાની જાણ પરિવારના અન્ય સભ્યોને થતા તેમને તાત્કાલિક આ વૃદ્ધ દંપતીને સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંને દંપતીનું સારવાર દરમ્યાન મોત થતા મૃતદેહ પી.એમ.માટે હોસ્પિટલના પી.એમ.રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો.તો આ ઘટના બાદ કમલાબાગ પોલીસે પણ પરિવારના સભ્યોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ દંપતીએ આપઘાત પૂર્વે એક સુસાઇડ નોટ પણ લખી હોવાનું જાણવા મળ્યું છે જેમાં ઉંમર અને બીમારીને લઈને આપઘાત કર્યો હોવાનું લખ્યું હતું.
Read Original Article →