વાતાવરણ:ઠંડો પવન ફૂંકાયો, ભેજનું પ્રમાણ 62 ટકા નોંધાયું‎

Gujarat4/8/2026, 12:00:00 AM
પોરબંદરમાં મહતમ તાપમાન 31.3 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 3.6 ડિગ્રી વધીને 24.2 ડિગ્રી સુધી પહોંચ્યું છે તેમજ ભેજનું પ્રમાણ 62 ટકા રહ્યું છે જેથી સાંજ બાદ ઠંડો પવન ફૂંકાયો હતો. પોરબંદરમાં ઉનાળા દરમ્યાન મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારથી સાંજ સુધી ગરમીનો અનુભવ થાય છે જ્યારે સાંજ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરે છે. પોરબંદરમાં ગઈકાલે સોમવારે મહતમ તાપમાન 31.7 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 20.6 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 54 ટકા નોંધાયું હતું જ્યારે મંગળવારે મહતમ તાપમાન 31.3 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 3.6 ડિગ્રી વધીને 24.2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 7 ટકા વધીને 62 ટકા પહોંચ્યું છે ત્યારે સાંજે ઠંડો પવન ફૂંકાયો હતો. ભેજનું પ્રમાણ અને લઘુતમ તાપમાન વધવાથી રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થાય છે. ઉલ્લેખનીય છેકે ગત તા. 29/3ના રોજ લઘુતમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું અને ત્યાર બાદ લઘુતમ તાપમાન ગગડીને 23 ડિગ્રી, 20 ડિગ્રીથી 18.6 ડિગ્રી અને ત્યાંથી 20.6 સુધી રહ્યું હતું. જ્યારે તા.7 એપ્રિલના રોજ ફરી લઘુતમ તાપમાન 24 . 2 ડિગ્રી સુધી પહોંચ્યું છે.
Read Original Article →