સેવાકાર્ય:રેલવે સ્ટેશન પર ઠંડુ સરબત વિતરણ અને 45 પરિવારોને રાશન કીટ અર્પણ કરાઇ
તાજેતરમાં ડિવાઇન સેવા પરિવારે એક જ દિવસે બે સેવાકીય પ્રોજેક્ટ હાથ ધરી માનવસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રથમ પ્રોજેક્ટ અંતર્ગત પોરબંદર રેલવે સ્ટેશન ખાતે અતિ ગરમીમાં મુસાફરોને ઠંડક અને રાહત મળે તે માટે ઠંડુ શરબત અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં ભાવનાબેન છેલાવડા, મોનિકાબેન સહાય, મુકેશ સાહેબ અને કૃપિનભાઈ ધારૈયા હાજર રહી સ્વહસ્તે સેવા આપી હતી. બીજા પ્રોજેક્ટ અંતર્ગત ડિવાઇન સેવા પરિવારે 45 નિરાધાર અને અસહાય પરિવારોને રાશન કીટ અર્પણ કરી હતી. આશરે રૂ. 50 હજારના આ પ્રોજેક્ટ હેઠળ દરેક લાભાર્થીને અંદાજે રૂ.1100 મૂલ્યની કીટ પહોંચાડવામાં આવી હતી. આર્થિક અને શારીરિક રીતે અસમર્થ લોકો સુધી સભ્યોએ તેમના ઘરે જઈ સહાય પહોંચાડી હતી.આ સેવાયજ્ઞમાં ઇશ્વરિયા ગામના દાતા અતુલભાઈ બુટાણી દ્વારા મોકલાયેલા 25 મણ ઘઉં જરૂરિયાતમંદોના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. સાથે જ ડિવાઇન સેવા પરિવારના સભ્યો નીપાબેન મહેતા, રેણુકાબેન ચાંગેલા, પ્રફુલાબેન દેત્રોજા, સોનલબેન દઢાણીયા, જયશ્રીબેન ધોળકિયા, દિપ્તીબેન મોઢા, ધર્મિષ્ઠાબેન મકવાણા, મિતેશભાઈ ચાંગેલા અને જીગ્નેશભાઈ પંડ્યાએ કામગીરીમાં સહભાગી બન્યા હતા.
Read Original Article →