મહાનગરપાલિકાની ચૂંટણી:ભાજપે મનપાના ઉમેદવારો માટે એક વોર્ડમાં 12 ઉમેદવારોનું લિસ્ટ મોકલ્યું
પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા યોજેલ સેન્સ પ્રક્રિયામાં 450 થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી હતી ત્યારે સ્થાનિક ભાજપ સંગઠન દ્વારા સેન્સ પ્રકિયા ભરાયેલ ફોર્મમાંથી એક વૉર્ડમાંથી 12 દાવેદારોની યાદી સાથેનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં સંગઠનના હોદેદારો દ્વારા અમુક વૉર્ડમાં સ્થાનિક લોકોના મંતવ્યો લઈ લિસ્ટ તૈયાર કરાયું છે. મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે પોરબંદરમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત અને મહાનગર પાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારો માટે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ભાજપ દ્વારા પણ સેન્સ યોજવામાં આવી હતી ત્યારે આ સેન્સમાં મનપાની 52 બેઠક માટે 450 થી વધુ દાવેદારો દાવેદારી નોંધાવી હતી ત્યારે સ્થાનિક ભાજપના સંગઠન સભ્યો દ્વારા એક વૉર્ડ દીઠ 12 દાવેદારોનું લિસ્ટ તૈયાર કરી ગાંધીનગર ખાતે પાર્લામેન્ટ બોર્ડમાં મોકલવામાં આવ્યું છે. ગાંધીનગર પાર્લામેન્ટ બોર્ડમાં લિસ્ટ મોકલાયું
પોરબંદરના ભાજપના સંગઠનના સભ્યો દ્વારા અમુક વૉર્ડમાં સ્થાનિકોના પણ મંતવ્યો પણ લેવાયા છે અને આ સ્થાનિકોના મંતવ્યો મુજબ જ એક વૉર્ડમાં 12 દાવેદારોનું લિસ્ટ તૈયાર કરી ગાંધીનગર ખાતે પાર્લામેન્ટ બોર્ડમાં મોકલવામાં આવ્યું છે.
Read Original Article →