અકસ્માત:માધવપુર ચોપાટી હાઈવે પર કાર અડફેટે બાઈક ચાલકને ઇજા
માધવપુર ચોપાટી હાઈવે પરથી માંગરોળ ગામના પ્રૌઢ બાઇક ચલાવીને પસાર થયા હતા ત્યારે કાર ચાલકે બેદરકારીથી કાર ચલાવી પ્રૌઢના બાઈકને હડફેટે લેતા પ્રૌઢને ફેક્ચર જેવી ઇજા પહોંચી છે જ્યારે તેમની પાછળ બેસેલ મહિલાને પણ ઇજા પહોંચી હતી.બનાવ અંગે કાર ચાલક સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માંગરોળ ગામના ગુલીસ્તાન સોસાયટીમાં રહેતા નઈમ અહેમદ હસનમિયા શેખ નામના પ્રૌઢ પોતાનું બાઈક GJ 11 CE 9338 ચલાવીને માધવપુર ચોપાટી હાઈવે પરથી પસાર થયા હતા તે દરમ્યાન વળાંક પર GJ 02 G 2027 નંબરની કારના ચાલકે પુરઝડપે બેફિકરાઈથી માનવ જિંદગી જોખમાઈ તે રીતે ચલાવી બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક પડી જતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી, બાઇક પાછળ બેસેલ આમીનાબેનને પણ ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી માધવપુર પોલીસ ચલાવી રહી છે. માધવપુર હાઈવે વળાંક પર અકસ્માતનો ભય માધવપુર ચોપાટી હાઈવે મહત્વનો માર્ગ છે. વચ્ચે ડીવાઈડર સાથે નવીનીકરણ કરેલ હાઈવે રોડ છે અને અસંખ્ય વાહનો અહીંથી પસાર થાય છે. આ હાઈવે પર આવેલ વળાંક પરથી પસાર થવામાં વાહનોની વધુ સ્પીડ અકસ્માતની સંભાવના વધારી દે છે. ઓવરસ્પીડ સાથે ચલાવતા વાહન ચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
Read Original Article →