ભાણવડ સફારીમાં સિંહણ અને 3 બચ્ચાના દર્શન:પ્રવાસીઓમાં ઉત્સાહ, સુંદર દ્રશ્યો કેમેરામાં કેદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ જંગલ સફારી પાર્કમાંથી વન્યજીવ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. સફારી દરમિયાન પ્રવાસીઓને એક સિંહણ અને તેના ત્રણ નાનકડા બચ્ચા એકસાથે જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો હતો. આમ તો ભાણવડના આ વન્ય વિસ્તારમાં સિંહોની અવરજવર સામાન્ય છે, પરંતુ આ વખતે વેકેશનના માહોલ વચ્ચે સિંહણ અને તેના ત્રણેય બચ્ચા મુક્ત મને વિહરતા કેમેરામાં કેદ થયા હતા. સિંહણ સાથે ગેલ કરતા માસૂમ બચ્ચાને જોઈને પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. વનરાજાના આ સુંદર પરિવારને આટલી નજીકથી નિહાળવાનો અનુભવ પ્રવાસીઓ માટે અવિસ્મરણીય બની ગયો છે. આ અદ્ભુત નજારો વન્યજીવ સૃષ્ટિની સમૃદ્ધિની પ્રતીતિ કરાવે છે અને વન્યજીવ પ્રેમીઓ માટે એક ખાસ સંભારણું બની રહેશે.
Read Original Article →