પકડેલા દારૂના કલિંગ પર કોર્ટની મંજૂરી બાદ લેવાયું પગલું:1.16 કરોડના દારૂના જથ્થાનો રોડ રોલર ફેરવી નાશ કરાયો
પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિ બિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલા લાખો રૂપિયાના ગેરકાયદેસર દારૂના મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોર્ટની મંજૂરી બાદ, જિલ્લાના શહેર, ગ્રામ્ય અને રાણાવાવ ડિવિઝનમાં નોંધાયેલા કુલ 487 દેશી દારૂના અને 71 ઇંગ્લિશ દારૂના ગુનાઓનો મુદ્દામાલ કાયદાકીય પ્રક્રિયા હેઠળ નષ્ટ કરવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાંથી કુલ 7,676 લીટર દેશી દારૂ કિંમત રૂ. 9,13,280 અને 11,508 બોટલ ઇંગ્લિશ દારૂ કિંમત રૂ. 1,07,40,971 મળી કુલ રૂ. 1,16,5 ,251ની કિંમતનો મુદ્દામાલ નાશ કરાયો છે. જેમાં શહેર ડિવિઝનમાં ઇંગ્લિશ દારૂના 22 ગુનામાં 353 બોટલ જપ્ત કરાઈ હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના 251 ગુનામાં 4,045 લીટર અને ઇંગ્લિશ દારૂના 21 ગુનામાં 7,071 બોટલનો જથ્થો પકડાતા તેનો નાશ કરાયો છે. આ ઉપરાંત રાણાવાવ ડિવિઝન હેઠળ દેશી દારૂના 236 ગુનામાં 3,631 લીટર અને ઇંગ્લિશ દારૂના 28 ગુનામાં 4,084 બોટલનો જથ્થો પકડાતા કાયદેસરની કાર્યવાહી સાથે નિકાલ કરવામાં આવ્યો છે. દારૂના આ જથ્થા પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. અગાઉ 2.18 કરોડના દારૂનો નાશ કરાયો હતો પોરબંદરના ઇન્દિરાનગરના દરિયા કાંઠે રૂ. 2,18,29,249ના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ દ્વારા ચેકીંગ, દરોડા પાડી છેલ્લા 3 માસમાં દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે કરાયો હતો.
Read Original Article →