દરિયામાં ગેરકાયદે ફિશીંગ કરતી બોટ સામે કાર્યવાહી:પોલીસે ફિશીંગ કરતા ટંડેલ સામે ગુન્હો નોંધ્યો
સમુદ્રમાં લાઇન ફિશીંગ, લાઈટ ફિશીંગ, ઘેરા ફિશીંગ કરવા પર પ્રતિબંધ છે ત્યારે સમુદ્રમાં લાઈટ ફિશીંગ કરતી બોટ સામે મિયાણી મરીન પોલીસે કાર્યવાહી કરી ટંડેલ સામે ગુન્હો નોંધ્યો છે. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના હેઠળ ગુજરાત રાજયના કોસ્ટલ વિસ્તારમાં ગુજરાત મત્સ્યદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી ગેરકાયદેસર રીતે માચ્છીમારી કરતા શખ્સ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા, દરીયાઇ પેટ્રોલીંગ કરી બોટો ચેકીંગ કરવા આપેલ સૂચના અનુસંધાને મિયાણી મરીન પોલીસ દ્વારા ચેકીંગ દરમ્યાન કાંટેલા ગામ સામે દરિયામાં નવયુગ નામની બોટ IND GJ 25 MO 2649માં અનઅધિકૃત રીતે રાત્રીના સમયે બોટમાં એલઇડી લાઈટો તથા જનરેટર સાથે મળી આવતા આ બોટના ધનસુખ હરજી બારિયા વિરૂધ્ધ ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમના કાયદાની કલમ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →