પોરબંદર:ચોપાટી પર મારામારી થતા એક યુવાનને ગંભીર હાલતમાં જામનગર રિફર કરાયો

Gujarat6/5/2026, 12:00:00 AM
પોરબંદરની ચોપાટી ખાતે એક શખ્સે નશાની હાલતમાં યુવાન પર લોખંડની કોસ વડે હુમલો કર્યો હતો.આ હુમલો ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર અર્થે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર અર્થે જામનગર રીફર કરવામાં આવ્યા હતા તો આ મારામારીમાં સામાપક્ષે એક આધેડને ઇજા પહોંચતા તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી વિગતો અનુસાર પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા અપારનાથી કીશનગીરી રમેશગીરી(ઉ.30)નામના યુવાનને એક શખ્સ ચોપાટી ખાતે લઈ ગયો હતો અને નશો કરાવ્યો હતો.જે બાદ આ યુવાન પર અજાણ્યા શખ્સે લોખડની કૉસ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં તેમજ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં સામાપક્ષે પણ સોલંકી મુકેશ આકાશભાઈ નામના આધેડને ઇજા પહોંચતા તેમને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂ પીવાની ના પાડી એટલે હુમલો કર્યો-ઈજાગ્રસ્ત ભાઈ ચોપાટીએ રહેતો આકાશ નામનો શખ્સ પહેલા મારાભાઈને ચોપાટી લઇ ગયો અને દારૂ પીડવાવ્યો હતો.જેથી મારાભાઈએ દારૂ પીવાની ના પાડતા લોખડના કૉસ વડે હુમલો કર્યો હતો,ચોપાટી હોટેલ નજીક ઘટના બની હતી. > નંદીની,મૃતકના બહેન
Read Original Article →