કુલ 3 ટેન્કરમાં 15 હજાર મેટ્રિક ટન LPG પોરબંદર પહોંચ્યું:ઈરાનના ખર્ગ આઇલેન્ડથી 6 મેટ્રિક ટન એલપીજી ભરેલું ટેન્કર પોરબંદર આવ્યું

Gujarat6/7/2026, 12:00:00 AM
કુલ 3 ટેન્કરમાં 15 હજાર મેટ્રિક ટન LPG પોરબંદર પહોંચ્યું:ઈરાનના ખર્ગ આઇલેન્ડથી 6 મેટ્રિક ટન એલપીજી ભરેલું ટેન્કર પોરબંદર આવ્યું
યુદ્ધની સ્થિતિ વચ્ચે પોરબંદરની જે.ટી.પર ઈરાનના ખર્ગ આઇલેન્ડથી ઓમાન માર્ગે પોરબંદરની જેટી પર 6 હજાર મેટ્રિક ટન ભરેલ વધુ એક LPG ગેસ ભરેલ ટેન્કર પોરબંદરની જેટી ખાતે આવી પહોંચ્યું છે. ખાડી દેશોમાં યુદ્ધના પ્રારંભે જ સમગ્ર વિશ્વમાં સમુદ્રી માર્ગ મારફતે થતા આયાત અને નિકાસ ઠપ્પ થયો હતો.ઈરાન દ્વારા યુદ્ધ દરમ્યાન તેમના સમુદ્રી માર્ગ પર તમામ દેશોના ટેન્કરો અને શિપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેને લઈને ભારત સહિત સમગ્ર વિશ્વના દેશોમાં ક્રૂડ ઓઇલ ગેસ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત ઉભી થઇ હતી ત્યારે ભારતમાં પણ ગેસના ટેન્કરો યુદ્ધને લઈને આવક બંધ થતા ગેસની અછત ઉભી થઇ છે જેને લઈને અમુક કંપની દ્વારા ગેસના સિલિન્ડરમાં ભાવ વધારો પણ કરી દેવામાં આવ્યો હતો પોરબંદરની જેટી પર અગાઉ સ 4000 મેટ્રિક ટન જથ્થો સાથે એક એલ.પી.જી ટેન્કર પહોંચ્યું હતું.ત્યારે વધુ એક ટેન્કર ઈરાનના ખર્ગ આઇલેન્ડ થી 6000 મેટ્રિક ટન એલ.પી.જી લઈ અને ઓમાન થી પોરબંદર પહોંચ્યું છે.આ ટેન્કરનો એલ.પી.જી.નો જથ્થો જાવર વિસ્તારમાં આવેલ ગાઝ એલ.પી.જી ટર્મિનલ ખાતે ઠાલવાયો હતો. 40 દિવસમાં 14.08 લાખ સિલિન્ડર ભરી શકાય તેટલો LPG ફાળવાયો પોરબંદરની જેટી પર છેલ્લા 10 દિવસમાં 4 જેટલા ટેન્કર LPG ફાળવાયો છે.આ તમામ ટેન્કરમાં 6 હજાર મેટ્રિક ટન LPG જથ્થો ઉપલબ્ધ હતો.જેથી પોરબંદરમાં અંદાજે 20 હજાર મેટ્રિક ટન LPG જાવરમાં આવેલ ગાઝ એલ.પી.જી.ટર્મિનલ ખાતે ફાળવાયો છે.આ એલ.પી.જી. ગેસમાંથી આશરે 14,08,451 સિલિન્ડર ભરી શકાય છે.
Read Original Article →