108 એમ્બ્યુલન્સની સરહાનીય કામગિરી:મોકર ગામ પાસે 108 એમ્બ્યુલન્સમાં ટીમે મહિલાની સફળ પ્રસૂતિ કરાવી

Gujarat5/15/2026, 12:00:00 AM
108 એમ્બ્યુલન્સની સરહાનીય કામગિરી:મોકર ગામ પાસે 108 એમ્બ્યુલન્સમાં ટીમે મહિલાની સફળ પ્રસૂતિ કરાવી
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના મોકર ગામ નજીક 108 એમ્બ્યુલન્સની ટીમે રસ્તામાં જ સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત બાળકીનો જીવ બચાવ્યો હતો. માહિતી મુજબ બીજી વખત ગર્ભવતી રહેલી એક મહિલાને અચાનક પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડતા પરિવારજનોએ 108 ઈમરજન્સી સેવાને જાણ કરી હતી. જાણ થતાં જ 108 ની ટીમ તાત્કાલિક મોકર ગામે પહોંચી હતી. મહિલાની સ્થિતિ ગંભીર અને પ્રસૂતિનો સમય નજીક હોવાથી હોસ્પિટલ પહોંચાડવા માટે પૂરતો સમય ન હોવાનું સમજાતા ટીમે રસ્તામાં જ સારવાર શરૂ કરી હતી. પ્રસૂતિ દરમિયાન મહિલાએ પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા અને નવજાત બાળકીની પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે બંનેને સરકારી હોસ્પિટલ પોરબંદર ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને પુત્રી બંને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રીના જન્મ બાદ પરિવારજનોએ 108 ટીમની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. તાલીમ અને સમયસૂચકતાથી બચ્યા બે જીવ પ્રસૂતિની ગંભીર પરિસ્થિતિ વચ્ચે EMT આફતાબ બિલ્લી અને પાયલોટ હરેશ ગોસિયાએ પોતાની તાલીમ અને સમયસૂચકતા દાખવી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી હતી. તેમની કામગીરી બદલ જિલ્લા પ્રોગ્રામ મેનેજર કસોટે આકાશ તથા જિલ્લા મેનેજર ઈએમઈ યાદવ દર્શકે ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
Read Original Article →