પરિણીતાએ જીવન ટૂંકાવ્યું:ખેતરમાં કામ કરતી પરિણીતાએ ભૂલથી ઘાંસ બાળવાની દવા પીધી

Gujarat5/15/2026, 12:00:00 AM
પોરબંદર પોરબંદરના રતનપર વાડી વિસ્તારમાં રહેતી એક પરણિતાએ ખેતીકામ દરમ્યાન ભૂલથી ઘાંસ બાળવાની દવા પી લેતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે આ બાબતે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે. રાણાવાવ મફતિયાપરા પાણીના ટાંકા પાસે રહેતી અને હાલ પોરબંદરના રતનપર વાડી વિસ્તારમાં રહેતી શીતલબેન ભરતભાઈ ભૂતિયા નામની 26 વર્ષીય પરણિતા તા.14/5ના રોજ બપોરના સમયે ખેતીકામ કરતા હતા ત્યારે જમીને ભૂલથી ઘાંસ બાળવાની દવા પી લીધી હતી. આ પરણિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પરણિતાએ પોલીસ ચોપડે જાહેર કરતા પોલીસે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે.
Read Original Article →